Ahmedabad,તા.30
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારતના યુવા ચેસ ખેલાડી ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદાનેફાઈનલ ક્વોલીફાય થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. બ્રાઝિલમાં ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલ માટે પ્રજ્ઞાએ ક્વોલિફાય કર્યું છે. આ 2025 સિંકફિલ્ડ કપમાં પ્રજ્ઞાનંદાના પ્રભાવશાળી રનર-અપ ફિનિશિંગ બાદ આવ્યું છે.ચેસ ઓલિમ્પિયાડ 2024ની ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા દેશના કરોડોયુવાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રજ્ઞાની પ્રશંસા કરતા કહ્યું છે કે, “બ્રાઝિલમાં ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલ માટે ક્વોલિફાય થવા બદલ આર પ્રજ્ઞાનંદાને હાર્દિક અભિનંદન! આ એક અદભૂત સિદ્ધિ છે! માત્ર 19 વર્ષની ઉંમરે તમારીઆ યાત્રા લાખો યુવા ભારતીયોને ઉંચા સ્વપ્ન જોવા અને હિંમતભેર રમવા માટે પ્રેરણા આપે છે. દેશને તમારા પર ગર્વ છે.”
સાઓ પાઉલોમાં19 વર્ષીય ચેસ સેન્સેશન મહાન ખેલાડીઓ સાથેપ્રતિસ્પર્ધા કરશે, જેમાં યુએસએના લેવોન એરોનિયન અને ફેબિયાનો કારુઆના, તેમજ ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાનંદાનો ફાઇનલ સુધીનો પ્રવાસ અસાધારણ રહ્યો છે, જેમાં GCT 2025 ટૂરના રોમાનિયા લેગમાં નોંધપાત્ર વિજય અને પોલેન્ડમાં ત્રીજા સ્થાને રહેવાનો સમાવેશ થાય છે.
આગામી 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ગ્રાન્ડ ચેસ ટૂરની ફાઇનલમાં ક્લાસિકલ, રેપિડ અને બ્લિટ્ઝ એવા ત્રણ ફોર્મેટ હશે.પ્રજ્ઞાનંદાની મહત્વાકાંક્ષા ગ્રાન્ડ ચેસ ટૂરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બનવાની છે. અગાઉ વિશ્વના પ્રથમ ક્રમાંકિત મેગ્નસ કાર્લસનને પ્રજ્ઞાએ ચેકમેટ કરી ચેસ જગતને સ્તબ્ધ કરી દીધું હતું.
જુલાઈમાંભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગાઇસી અને આર પ્રજ્ઞાનંદે લાસ વેગાસમાં ફ્રીસ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમમાં અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને રહીને શ્રેષ્ઠ કુશળતા દર્શાવી હતી. આ ચેમ્પિયનશિપ યુનાઇટેડ સ્ટેટ્સના ગ્રાન્ડમાસ્ટર લેવોન એરોનોન દ્વારા જીતી હતી.તેમણે ફાઇનલમાં જીએમ હંસ નીમેનને હરાવ્યો હતો.
તાજેતરમાં વેસ્લી પર 1.5-0.5 ના સ્કોર સાથે વિજય સાથે પ્રજ્ઞાનંદાન ચેસની દુનિયામાં સૌથી તેજસ્વી પ્રતિભાઓમાંની એક તરીકેનું તેમનું સ્થાન વધુ મજબૂત બનાવે છે. તેઓ હવે ગ્રાન્ડ ચેસ ટૂર ફાઇનલની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સમગ્ર રાષ્ટ્ર તેમનાશ્રેષ્ઠ પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છેઅને તેમને ઇતિહાસ રચતા જોવાની આશા રાખે છે.