Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Banaskanthaમાં તાંત્રિકવિધિના બહાને ધર્મપરિવર્તનનો આક્ષેપ, ૪ સામે ફરિયાદ; એક આરોપીની અટકાયત
    ગુજરાત

    Banaskanthaમાં તાંત્રિકવિધિના બહાને ધર્મપરિવર્તનનો આક્ષેપ, ૪ સામે ફરિયાદ; એક આરોપીની અટકાયત

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026Updated:August 25, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Banaskantha,તા.૨૫

    ધાનેરા તાલુકામાં એક પરિણીત મહિલાએ તાંત્રિકવિધિ અને દોરા-ધાગાના બહાને પોતાની સાથે છેતરપિંડી કરી ધર્મપરિવર્તન કરાવાયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પેગિયા ગામની ૩૦ વર્ષીય મહિલાએ તેના પતિના મિત્ર અખ્તરશા રજબશા ફકીર સહિત ચાર લોકો સામે ફરિયાદ કરી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં બળજબરી, ધમકી, બ્લેકમેલિંગ અને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

    મહિલા હાલ પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે મહિલાએ ધર્મપરિવર્તન સંબંધિત એક વીડિયો પણ પોલીસને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે ધાનેરા પોલીસે અખ્તરશા રજબશા ફકીરની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે.

    મહિલાના જણાવ્યા અનુસાર, તેના લગ્ન થરાદ પંથકના એક યુવક સાથે થયા હતા અને લગ્ન બાદ બંને પાલનપુરમાં રહેતા હતા. તેનો પતિ રિક્ષા ચલાવતો હતો. મહિલાની તબિયત વારંવાર ખરાબ રહેતી હોવાથી તેના પતિના મિત્ર અખ્તરશા રજબશાએ તાંત્રિકવિધિ અને દોરા-ધાગા કરાવવાની વાત કરી હતી. આ બહાને અખ્તરશાની મહિલાના ઘરે અવરજવર વધતી ગઈ અને ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધી હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.ફરિયાદ મુજબ, પતિ સાથે અણબનાવ થતાં મહિલા પતિથી અલગ રહેવા લાગી હતી અને અખ્તરશા સાથે રહેતી હતી. આ દરમિયાન અખ્તરશાએ બળજબરીથી તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે અખ્તરશા રજબશા ફકીર ઉપરાંત આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.

    મહિલાના જણાવ્યા પ્રમાણે તેણે આ મામલે અગાઉ ૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, મહિલાનો આક્ષેપ છે કે તેને જાનથી મારી નાખવાની તેમજ સમાધાન નહીં કરે તો તેની દીકરીઓનું અપહરણ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ દબાણના કારણે તેણે સમાધાન કર્યું હોવાનું અને બાદમાં હાઈકોર્ટમાં જઈ અગાઉની એફઆઇઆર રદ કરાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    ફરિયાદ મુજબ, આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ અખ્તરશા મહિલાને પોતાની સાથે રાખવાનું કહી તેને પેગિયા ગામે લઈ ગયો હતો. મહિલાનો આક્ષેપ છે કે ત્યાં પહોંચ્યાના થોડા દિવસોમાં જ ફરીથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હોવા છતાં તેની બંને દીકરીઓનું પણ ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ બનાવવાની વાત કરવામાં આવતી હતી. આ મુદ્દે તેની સાથે મારપીટ, મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા દબાણ અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.મહિલાએ વધુ એક ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે અખ્તરશા ઉપરાંત આરીફ રજબશા ફકીર, ઈલિયાસ રજબશા ફકીર અને સલીમશા જુમાશા ફકીર દ્વારા તેના અને અખ્તરશાના અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ રીતે વીડિયોનો ઉપયોગ કરીને તેને દબાણમાં રાખવામાં આવતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે મહિલાએ ધાનેરા પોલીસ મથકે પહોંચી ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

    Banaskantha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSuratના માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર
    Next Article Ahmedabadમાં એચ૧એન૧ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણયઃ ૩૧ ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા કોર્ટ સંભળાવશે

    August 25, 2026
    સુરત

    Suratના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એચ૧એન૧ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક

    August 25, 2026
    સુરત

    Suratના માંડવીના ગોદાવાડીમાં યુવતીની ચાર્જિંગના કેબલથી ગળું દબાવી હત્યા, લાખોની લૂંટ કરી આરોપીઓ ફરાર

    August 25, 2026
    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,850
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹243,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 21:49
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.