China, તા.૩૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ શનિવારે ચીન પહોંચી ગયા છે. જાપાનથી સીધા ચીનના તિયાનજિન પહોંચેલા પીએમ મોદીનું રેડ કાર્પેટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં તેઓ ત્યેનજિન શહેરમાં ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં સામેલ થશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે અલગ અલગ દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ ૭ વર્ષ પછી ચીન ગયા છે. વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો અને ઈંડિયન આર્મી વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પીએમ મોદીની આ પ્રથમ ચીનની મુલાકાત છે. તો વળી રશિયન ઓયલ ખરીદવા પર ભારતના માથે અમેરિકા દ્વારા ૫૦ ટકા ટેરિફ લગાવ્યા બાદ આ પહેલી વાર હશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે હાજર રહેશે.
આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ ટોક્યોમાં શુક્રવારે પોતાના જાપાની સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે ૧૫મી ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. જેનો ઉદ્દેશ્ય બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો હતો. આ દરમ્યાન તેમણે ચાર ફેક્ટરીઓની મુલાકાત લીધી, જેમાંથી એકમાં ઈ૧૦ શિંકાનસેન બુલેટ ટ્રેનોનો પ્રોટોટાઈપ બનાવવામાં આવી રહ્યો છે. ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર પર આ ટ્રેન સેટ ચાલવાની આશા છે. આ સમિટમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે, જેમાં આતંકવાદ સામે લડવા અને વેપાર સંબંધોને મજબૂત કરવાના મુદ્દાઓ મુખ્ય રહેશે.
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ગુરુવારે કહ્યું હતું કે, સમિટ માટે મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના સમિટ અને દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચીન મોદીની આ મુલાકાતને ખૂબ મહત્ત્વ આપે છે. ની ચીન મુલાકાત માત્ર માટે જ નહીં, પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.’