Ahmedabad,
ગુજરાતમાં હવે ગણેશોત્સવ એ અંતિમ તબકકામાં છે અને ત્યારબાદ તા.22 સપ્ટેમ્બરથી જે નવરાત્રી મહોત્સવ તા.1 ઓકટોબર સુધી ચાલનાર છે તો ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ તથા પરંપરા-ધાર્મિક મહત્વ સાથે યોજાતા નવરાત્રી મહોત્સવમાં રાજયભરમાં શાંતિ-સલામતી અને કૌમી એખલાસ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસે તૈયારી શરૂ કરી દીધી છે તથા આયોજકો ઉપરાંત ખેલૈયાઓ માટે પણ ખાસ એડવાઈઝરી તૈયાર કરી છે.
જેનો અમલ કરવો ફરજીયાત રહેશે અને અમલ થાય તે પણ પોલીસ નિશ્ચિત કરશે. ખાસ કરીને ગરબા મહોત્સવમાં જે અર્વાચીન દાંડીયા રાસ છે તેમાં જબરી ભીડ સર્જાય છે. નવ દિવસ પુર્વેજ પ્રી-નવરાત્રી અને પછી છેક શરદપૂનમ સુધી આ પ્રકારના આયોજનો થતા રહે છે.
ગુજરાત પોલીસે એ સુનિશ્ચિત કર્યુ છે કે આ પ્રકારના આયોજનોમાં કોઈ મોરલ-પોલીસીંગ એટલે કે કોઈ સંગઠનો કે જૂથને નૈતિકતા મુદે કાયદો-વ્યવસ્થા હાથમાં લેવાની છુટ અપાશે નહી. આ પ્રકારના આયોજનોમાં જે રીતે વિધર્મી અંગે હાકલા પડકારા થઈ રહ્યા છે. તે સ્વીકાર્ય બનશે નહી. સમગ્ર તહેવારો શાંતિ-સલામતી અને કૌમી-સામાજીક એખલાસથી સંપન્ન થાય તે પોલીસ જોશે અને આયોજકોએ તેમાં સાથ આપવાનો રહેશે.
પોલીસે જે માર્ગરેખા નિશ્ચિત કરી છે તેમાં ડ્રેસ-કોડ કોઈ મુદો નથી પણ ખેલૈયાઓ-પ્રેક્ષકો જેઓ આ પ્રકારના આયોજનમાં જોડાયા હોય તેઓને પારદર્શક કે ઉતેજક વો નહી પહેરવા અને ધાર્મિક-તહેવારોની મર્યાદા જળવાઈ રહે તે જોવા ખાસ સલાહ આપી છે.
આ ઉપરાંત ગરબા મહોત્સવમાં કોઈ રાજકીય કે તેવી ઉશ્કેરાટ જેવી પ્રવૃતિ સ્વીકાર્ય બનશે નહી. ખાસ કરીને સામાજીક એખલાસ ને હાની કરે લોકોની લાગણી દુભાવે તેવી પ્રવૃતિ સ્વીકાર્ય બનશે નહી. કોઈ ઉશ્કેરણીજનક ભાષણો પણ થઈ શકશે નહી કે તેવા પોષ્ટર-બેનર પણ લગાવી શકાશે નહી.
આ ઉપરાંત આયોજકોએ સ્થળ પર પુરુષ-ીઓ માટે મેટલ ડિરેકટર સાથેના અલગ એન્ટ્રી પોઈન્ટ ફરજીયાત છે. દરેક એન્ટ્રી પોઈન્ટ પર સિકયોરિટી ગાર્ડ ફરજીયાત છે. આ ઉપરાંત આયોજનોના સ્થળે એન્ટ્રી-એકઝીટ પોઈન્ટ પ્રવેશ તથા બહાર નિકળવાના દ્વાર અલગ અલગ રાખવાના રહેશે અને તે લોકો સરળતાથી બહાર જઈ શકે તે રીતે હોવા જરૂરી છે.
આ ઉપરાંત ખાસ માત્રાની સાઉન્ડ સીસ્ટમ જરૂરી હશે અને નવરાત્રીના સમયમાં રાત્રીના 12 વાગ્યા સુધી અને બાકીના સમયમાં 10 વાગ્યા સુધી જ આયોજનો થઈ શકશે. આ ઉપરાંત આયોજન સ્થળે બહાર સલામત પાર્કીંગ તથા બેરીકેડ માર્ગો જરૂરી હશે. આ ઉપરાંત એચ.ડી. સીસીટીવી કેમેરા પણ દરેક સ્થળે ફરજીયાત છે અને આયોજકોએ તેનું રેકોર્ડીંગ રાખી પોલીસ માંગે તે સમયે સુપ્રત કરવાનું રહેશે.
આ ઉપરાંત આયોજનના વાહન નંબર ડ્રાઈવરની માહિતી પણ રાખવી પડશે. આ ઉપરાંત વિજ-સેફટીના જે નિયમો છે તે આપવા ફરજીયાત છે તથા સ્થળ પર જ જરૂરી જાળવણી સ્ટાફ રાખવો પડશે તથા ઈમરજન્સી ગેટ અને મોબાઈલની વ્યવસ્થા પણ ફરજીયાત છે. આ ઉપરાંત આયોજન સ્થળે ઓછામાં ઓછો એક વોચ ટાવર પણ જરૂરી છે.