China, તા.2
ચીને ટેકનોલોજીની દુનિયામાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ચીની વૈજ્ઞાનિકોએ વિશ્વની પહેલી 6G ચિપ વિકસાવી છે, જે પાંચ હજાર ગણી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, બેઇજિંગ સ્થિત પેકિંગ યુનિવર્સિટી અને હોંગકોંગની સિટી યુનિવર્સિટીના સંશોધકોએ ઓલ-ફ્રિકવન્સી 6G ચિપ વિકસાવી છે.
આ ચિપ પ્રતિ સેકન્ડ 100 ગીગાબીટથી વધુની ગતિ પ્રદાન કરી શકે છે. તેની મદદથી, 50 જીબી હાઇ-ડેફિનેશન 8K મૂવી એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે. આ ચિપ સમગ્ર વાયરલેસ સ્પેક્ટ્રમ પર કામ કરે છે. એટલે કે, ઓછી આવર્તનથી ખૂબ જ ઉચ્ચ આવર્તન બેન્ડ સુધી છે.