Junagadh તા.2
માંગરોળમાં બે આખલાની લડાઈમાં એક વૃધ્ધને ગંભીર ઈજા થતા મોત થયું હતું. માંગરોળમાં બે ખુંટીયાના યુધ્ધમાં વૃધ્ધનો ભોગ લેવાયો હતો. માંગરોળ શકિતનગરમાં રહેતા રૂડાભાઈ ખીમાભાઈ કરમટા (ઉ.74) ગત તા.30/8ના બપોરના 3-30 કલાકે તેમના ઘર પાસેથી બહાર નીકળતા હતા.
ત્યારે અચાનક બે આખલા (ખુંટીયા) સામસામે ઝગડતા હોય જેમાં રૂડાભાઈ હડફેટે ચડી જતા પેટના નીચેના ભાગે ગંભીર રીતે લાગી જતા મોત નોંધયાનું મૃતકના પુત્ર પુંજાભાઈ રૂડાભાઈ (ઉ.42)એ નોંધાવતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે રબારીવાસમાં રહેતો લખમણ દેવા મોરીના પડતર મકાનમાં રેડ કરતા 168 ચપલા વિદેશી દારૂ કિંમત રૂા.42,600નો કબ્જે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન આરોપી લખમણ દેવા મોરી ભાગી છુટયો હતો. બનાવની તપાસ બાંટવા પીએસઆઈ એમ.એચ. હીરપરાએ હાથ ધરી છે.
મેંદરડાના ઝુપડા ગામે રહેતા ફરીયાદી વિજયભાઈ મેરામભાઈ નગમડીયા (ઉ.32) ગત તા.29/8ની રાત્રીના 10-30 કલાકે મેંદરડાના વડલી ચોકમાં હતા ત્યારે આરોપીઓ ગોદડ ઉર્ફે બહાદુર દિલીપ બાબરીયા રે. નાની ખોડીયાર, હાર્દિક ખાચર, રે.શાપુર, રાજન વેગડ રે. જુનાગઢ અને શીવો ગોડા રે. ગુંદાળા વાળાઓએ વિજયભાઈ અને સાહેદોએ ધીરૂભાઈનું મર્ડર થયેલ હોય જેમાં સાહેદી આપેલ હોય તે બાબતનું મનદુ:ખ રાખી ગાળો બોલી લોખંડના પાઈપ-લાકડી વડે હાથમાં ફ્રેકચર કરી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ નોંધાવતા મેંદરડા પીએસઑ પી.સી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.