Junagadh,તા.2
વિસાવદર ડોબરીયા પ્લોટમાં આવેલ શ્રી રામ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ માં મનો દિવ્યાંગ બાળકો દ્વારા શ્રી ગણેશજીની મહાઆરતી કરવમાં આવી હતી અને યુવક મંડળ દ્વારા ભાવતા ભોજન પ્રસાદ કરાવવા માં આવ્યા હતા
શ્રી રામ યુવક મંડળ દ્વારા એવું જણાવ્યુ હતું કે આ લોકો દ્વારા શ્રી વિધ્નહર્તા ની મહા આરતી દ્વારા લોકો ને એક સંદેશ મળશે કે આ લોકો પણ એક પ્રેમ ની હુપ ઇચ્છિ રહિયા છે અને લોકો આવા વ્યક્તિ ને સમજે અને તેની મદદ કરે એ હેતુ થી તેમના દ્વારા આ આયોજન કરવમાં આવ્યું હતું.
જયારે આ સંસ્થાના સંચાલક કોશિકભાઈ જોષી મેંદરડા તાલુકાના સમઢીયાળા ગીર ગંગેડી મુકામે આ સંસ્થા માં વીસ થી વધુ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે.