Amreli,તા.2
અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની બોર્ડે ઓફ ડિરેક્ટરની અગાઉ ચૂંટણી બિનહરીફ થયા બાદ આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક મળેલ હતી. જે ડેપ્યુટી કલેકટર કમ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવેલ હતી.
આ ચૂંટણીમાં ચેરમેન માટે અશ્વિનભાઈ સાવલિયાના નામની દરખાસ્ત ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કરેલ હતી.જ્યારે તે દરખાસ્તને રાજકોટના સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલાએ ટેકો આપેલ હતો.
જ્યારે આ જ સંસ્થાના વાઇસ ચેરમેન માટે મુકેશ સંઘાણીના નામની દરખાસ્ત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન અરૂણ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી. અને તે દરખાસ્તને રાજેશભાઈ માંગરોળીયાએ ટેકો આપેલ હતો.
અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના પ્રમુખ ઉપપ્રમુખ માટે ઉમેદવારીપત્ર ભરવાના સમય દરમિયાન બીજા કોઈ સભ્ય દ્વારા ઉમેદવારીપત્ર નહીં ભરાતા નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી નાકિયા દ્વારા અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલિયા અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણીને બિનહરીફ જાહેર કર્યા હતા.