Gondal તા.2
ગોંડલ નાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર સાંજ નાં સુમારે તાલુકા પોલીસે દરોડો પાડી રાજકોટ નાં વેપારીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનિયારા સહિત સાત શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના રીબડા ગુંદાસરા રોડ ઉપર પ્રિમીયર એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસને અને સર્વેલન્સ ટીમને બાતમી મળતાં રેડ કરી જૂગાર રમતા ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનિષ ચનિયારા રાજકોટના હિતેશ હરજીભાઈ મણવર લલીત ચંદુભાઈ કનેરીયા રમેશ વલ્લભભાઈ મારડીયા પ્રતિક જેન્તીભાઈ ભુત જૈનિમ માધવજીભાઈ ધેટીયા દિલીપ પ્રાગજીભાઈ આસોદરીયા સહિતને રોકડ રૂપિયા 20.21.000 તથા મોબાઈલ અલગ અલગ વાહનો મળીને કુલ રૂપિયા 82.76.000/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારમાં ઝડપાયેલા વેપારીઓ તેમજ ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો સમાવેશ થતાં ભલામણો માટે મોબાઇલની રીંગો તેમજ પોલીસ સ્ટેશનના ફોન રણકી ઉઠ્યાં હતાં પરંતુ તાલુકા પોલીસ પી.આઈ.એ.ડી.પરમાર સર્વેલન્સ ટીમ ટસના મસ થયા વગર જુગારધારાની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.