New Delhi,તા.2
ભારતીય ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલાં દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વાતની પુષ્ટિ કરી છે કે, તે 2 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી, 2026 સુધી યુએઈમાં યોજાનારી આઈએલટી-20ની હરાજીની આગામી આવૃત્તિનો ભાગ બનવા માટે ઉત્સુક છે.
થોડાં જ દિવસોમાં 39 વર્ષનાં થઈ જનારાં અશ્વિને તાજેતરમાં જ આઇપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી અને હવે તે અન્ય દેશોમાં ટી-20 લીગ રમી શકે છે. અશ્વિનને જણાવ્યું હતું કે, “હું આયોજકોના સંપર્કમાં રહ્યો છું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હરાજી માટે નોંધણી કરાવવાથી, ખરીદનાર મળી જશે.
નોંધણીઓ 10 સપ્ટેમ્બરના રોજ બંધ થશે અને હરાજી 30 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાશે. આ લીગમાં પ્રથમ વખત હરાજી યોજાઈ રહી છે, જ્યારે અત્યાર સુધી ખેલાડીને પસંદ કરવા માટે ડ્રાફ્ટ સિસ્ટમ હતી.