Washington,તા.02
ચીનમાં શાંધાઈ સહયોગ સંગઠનની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ તથા રશિયાના રાષ્ટ્રવડા વ્લાદીમીર પુટીનની કેમેસ્ટ્રી તથા અમેરિકાના ટેરીફ ટેરર સામે લડી લેવાશે તેવા સંકેતથી હવે વ્હાઈટ હાઉસ વધુ ગુસ્સામાં છે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપાર સલાહકાર પીટર તવારોએ વડાપ્રધાન મોદી માટે અણછાજતા શબ્દોનો ઉપયોગ કરી અમેરિકાની અકળામણ છતી કરે છે.
મારી-જીનપીંગ-પુટીનની વાતચીતના વિડીયો દુનિયાભરમાં વાયરલ થયો છે તે સમયે અમેરિકા વ્યાપાર પ્રતિનિધિ તવારોએ એવા વિધાન કર્યા કે વડાપ્રધાન મોદીને દુનિયાની બે સૌથી મોટા આપખુદશાહો સાથે `સુવા’ (બેડ)નું જોવું એ ખૂબ જ શરમજનક છે.
તેઓએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા વિશ્વના બે સૌથી મોટા આપખુદશાહો સાથે પથારીમાં જોવાનું કોઈ ઔચિત્ય ધરાવતુ નથી. તેઓએ કહ્યું કે, મોદી શું વિચારે છે તે મને બહું ખબર પડતી નથી. કારણ કે ભારત કયારેક ચીન સાથે હોટ કે કયારેક કોલ્ડ વોરમાં હોય છે.
તેઓએ કહ્યું કે, ભારતીય નેતાઓ એ સમજશે કે તેઓએ અમેરિકા-યુરોપ-યુક્રેન સાથે રહેવાની જરૂર છે. રશિયા સાથે નહી. અગાઉ અમેરિકી વ્યાપાર પ્રતિનિધિએ રશિયા-યુક્રેનના યુદ્ધને `મોદીના યુદ્ધ’ તરીકે ગણાવ્યું હતું તથા ભારતને ટેરિફના મહારાજા તરીકે ગણાવીને ભારતને રશિયાના ડ્રાઈકલીનર તરીકે પણ ગણાવ્યા હતા અને ભારતના બ્રાહ્મણો દેશના લોકોના ભોગે કમાઈ રહ્યા હોવાનો આરોપ મુકયો હતો.
જો કે બીજી તરફ અમેરિકાની ભારત ખાતેની રાજદૂત કચેરીએ બન્ને દેશોના સંબંધો નવી ઉંચાઈએ પહોંચી રહ્યાનો દાવો કર્યો હતો અને 21મી સદીની નિર્ણાયક ભાગીદારી પણ ગણાવી હતી.