Gandhinagar તા.2
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ એવા ડેવલપર્સને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે જેમણે તેમના સંબંધિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીમાં ફરજિયાત QR કોડ, નોંધણી નંબર અને વેબસાઇટ દર્શાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓથોરિટીએ તેના આદેશોના ઉલ્લંઘનને કારણે તેમના પર દંડ લાદવાનું વિચાર્યું છે.
ઘણા ડેવલપર્સને યોગ્ય માહિતી દર્શાવવા માટે નોટિસ મળી છે, જો તેઓ યોગ્ય જાણકારી નહી આપે તો કાયદા મુજબ સુઓ મોટો કાર્યવાહી કરવામાં આવશે. હવે ડેવલપર્સના પ્રતિનિધિઓએ તેમની પ્રચાર સામગ્રી પર ફરજિયાત વિગતો દર્શાવવી પડશે નહીં તો કાર્યવાહીનો સામનો કરવો પડશે.
RERA એ બિલ્ડરો દ્વારા વિવિધ પ્રચાર સામગ્રીના સર્વે કરીને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. ટ્રાફિક ઈ-ચલણ જારી કરવામાં આવે છે તે રીતે તેઓએ ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે તે દર્શાવવા માટે હોર્ડિંગ્સના ફોટા સાથે નોટિસ બજાવવામાં આવી છે.
બે મહિના પહેલા RERA એ રાજ્યભરના તમામ ડેવલપર્સને તેની સાથે નોંધાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સંબંધિત તેમની પ્રચાર સામગ્રીમાં QR કોડ દર્શાવવાનો આદેશ આપ્યો હતો. તેણે એ પણ ફરજિયાત કર્યું છે કે પ્રોજેક્ટ નોંધણી નંબર અને વેબસાઇટની લિંક તેમાં ઉલ્લેખિત સંપર્ક નંબર જેવા ફોન્ટના કદમાં પ્રદર્શિત થવી જોઈએ. આવા નવા ધોરણો ગત જૂન મહિનાથી અમલમાં આવ્યા છે.
RERA નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 2016 ની કલમ 11(2) મુજબ, RERA ઓથોરિટીમાં નોંધાયેલા પ્રોજેક્ટની જાહેરાત અથવા કોઈપણ પ્રચાર સામગ્રીમાં પ્રોજેક્ટ નોંધણી નંબર અને RERA વેબસાઇટ દર્શાવવી ફરજિયાત છે. તેથી, મિલકત ખરીદવા ઇચ્છુક વ્યક્તિઓ તેને જોઈ શકે છે. જોકે,જૂન મહિનાથી ચછ કોડ અને અન્ય શરતો માટે નવા ધોરણો રજૂ કરવામાં આવ્યા છે.
RERA ઓથોરિટીના ખાસ સચિવ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ઓર્ડર નંબર 108 માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પ્રોજેક્ટ નોંધણી નંબરમાં ઘણી વિગતો છે અને તે લાંબી છે, તેથી તે જાહેરાતોમાં દર્શાવવી શક્ય નથી.
તેથી કોઈપણ હિસ્સેદાર દ્વારા વિગતો મેળવવા માટે QR કોડ વધુ વ્યવહા રહેશે. RERA દ્વારા જારી કરાયેલ નોંધણી પ્રમાણપત્રમાં આપવામાં આવેલ QR કોડ જાહેરાતોમાં દર્શાવવો પડશે. નવા નિયમનો કડક અમલ કરવામાં આવશે. આવા ધોરણો તમામ પ્રકારની પ્રચાર સામગ્રીમાં લાગુ કરવામાં આવ્યા છે.
“અમને RERA ના સચિવ તરફથી નોટિસ મળી છે અને હવે અમારે પાલન કરીને નોટિસનો જવાબ આપવો પડશે. તેમણે સુઓ મોટો પગલાં લઈને દંડ લાદવાનું વિચાર્યું છે. અમારો એક પણ કેસ નથી, નવીનતમ ધોરણોનું ઉલ્લંઘન કરનારાઓને આવી નોટિસ જારી કરવામાં આવી છે. રાજ્યભરમાં ઘણા બિલ્ડરો છે જેમને આવી નોટિસ આપવામાં આવી છે,” આ ઘટનાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું.