Mangrol તા.4
માંગરોળની ચા બજાર વિસ્તારમાં વર્ષો જુના મકાનની દિવાલ ધરાશાયી થતા ભાગદોડ મચી હતી. દિવાલ ધરાશાયી થઈ તે વેળાએ બાઈકમાં સવાર થતા દાદા અને પૌત્ર કાટમાળ નીચે દબાઈ જતા મોત થયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
મરનાર દાદા-પૌત્રનાં હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યા હતા. વર્ષો જુનું મકાન ધરાશાયી થતા જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવવા અને બચાવ રાહત કામગીરીમાં બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડાતા ઈજાગ્રસ્ત વૃધ્ધ હુશેનભાઈ કાસમભાઈ મોભી (બાપુ) અને તેના પૌત્ર ઝેદ ઉ.4ના મોત થયા હતા.
આ જર્જરીત મકાન મામલે લોકોએ નગરપાલિકાને અરજી પણ કરી હતી તેમ છતા પાલિકા તંત્રએ માત્ર નોટીસ આપી સંતોષ માન્યો હતો જે જર્જરીત મકાન આજે ધરાશાયી થતા બે નિર્દોષ લોકોનો ભોગ લેવાતા આ મામલે પાલિકા તંત્ર શું પગલા લેશે? તે તરફ લોકોની મીટ મંડાઈ છે.