ફિલ્મ ‘સૈયારા’ ૧૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા અહાન પાંડેએ એક્ટિંગ ડેબ્યૂ કર્યો છે
Mumbai, તા.૫
વર્ષ ૨૦૨૫ની જુલાઈમાં અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત ફિલ્મ ‘સૈયારા’ રિલીઝ થઈ હતી.આ ફિલ્મનું દિગ્દર્શક મોહિત સૂરીએ કર્યું છે. બૉક્સ ઑફિસ પર ફિલ્મનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ઘણા સમયથી એવા અટકળો લગાવવામાં આવી રહી છે કે શું આ ફિલ્મનો સિક્વલ પણ આવશે? આ પ્રશ્નનો જવાબ ખુદ મોહિત સૂરીએ આપી દીધો છે.હાલમાં મોહિત સૂરીએ ‘સૈયારા પાર્ટ ૨’ અંગે ચૂપ્પી તોડી. એક પત્રકારે તેમને પૂછયુ કે શું ‘સૈયારા’ના સેકન્ડ પાર્ટની તૈયારીઓ ચાલી રહી છે? તેની પર મોહિત સૂરીએ સ્પષ્ટ ઇનકાર કર્યો. તેણે કહ્યું, ‘બીજા પાર્ટની યોજના નથી. આ ખૂબ જ ખાસ મોમેન્ટ છે, તેનો આનંદ લઈએ. આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં છે અને સિક્વલ સાથે સફળતાનો લાભ ઉઠાવવાનો કોઈ ઇરાદો નથી.’ફિલ્મ ‘સૈયારા’ ૧૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા અહાન પાંડેએ એક્ટિંગ ડેબ્યૂ કર્યો છે. જ્યારે લીડ અભિનેત્રી તરીકે અનીત પડ્ડાની પણ આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ૩૦૦ કરોડ કલબમાં સામેલ થઈ છે. ફિલ્મે દેશી બૉક્સ ઑફિસ પર ૩૨૯.૨ કરોડ રૂપિયા કમાયા છે. આ એક રોમેન્ટિક લવ સ્ટોરી ફિલ્મ છે. યુવાનોમાં ફિલ્મનું ખાસ ક્રેઝ જોવા મળ્યું.