New Delhi,તા.06
અમેરિકા-ભારતના સંબંધોમાં કડવાશના વાતાવરણ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સૂરમાં બદલાવ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમ મારા મિત્ર રહેશે તેવા કરેલા વિધાનો તથા ભારત સાથેના સંબંધો પુનઃ સુધારવાની વ્યક્ત કરેલી ઈચ્છાના કલાકોમાંજ વડાપ્રધાન મોદીએ તેનો ઉષ્માભર્યો જવાબ આપતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવના અને આપણા સંબંધોને સકારાત્મક મુલ્યાંકનનું અમો પુરા દિલથી સ્વાગત કરીએ છીએ.
અમો તેને પુરેપુરુ સમર્થન પણ કરીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત સકારાત્મક, દુરદર્શી વ્યાપક અને વૈશ્વિક રણનીતિની ભાગીદારી છે. આમ ટ્રમ્પના બદલાયેલા વલણને વડાપ્રધાન મોદીએ આવકારીને જે રીતે બન્ને દેશોના સંબંધોમાં તનાવ છે તે ઘટાડવાની તક ઝડપી લીધી હતી.
અગાઉ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને મહાન વડાપ્રધાન ગણાવ્યા હતા પણ સાથોસાથ એ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા જે કંઈ થોડા કામ કરવામાં આવી રહ્યા છે તે અમોને પસંદ નથી પણ મોદી કાયમ મારા મિત્ર છે.