Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા
    • 07 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 07 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો
    • ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી
    • ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે
    • Rocky Cage નાં સંગીતે પાપુઆ ન્યુ ગિનીને ઓસ્કારમાં એન્ટ્રી અપાવી
    • Ahmedabad: ગ્રાહકના બુકીંગના ૮.૬૧ લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન…!!!
    વ્યાપાર

    Indian Stock Market માં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન…!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 6, 2025No Comments12 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    અમેરિકા દ્વારા ભારત પર ૫૦% ટેરિફ લાગુ કરાતા અને ટ્રમ્‌પની ટેરિફ વોરને લઈને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધી રહી છે. એક તરફ ભાર, ચીન અને રશિયાની ત્રિપુટી અમેરિકાને મજબૂત ટક્કર આપવા એકજૂટ થઈ રહી છે, તો બીજી તરફ ભારત સરકાર પણ શરણાગતિને બદલે નેશન ફર્સ્ટ નીતિ સાથે મેક ઈન ઈન્ડિયા, ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ઉદ્યોગોને નવી ઊર્જા આપવા પ્રયાસ કરી રહી છે.

    ચોમાસાની સારા પ્રગતિ, જીડીપી વૃદ્ધિના મજબૂત આંકડા, જીએસટી માળખાના સરળીકરણ, દરોમાં ઘટાડાની અપેક્ષા અને ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠકના સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં પણ શેરોમાં ખરીદી ચાલુ રાખતા સપ્તાહ દરમિયાન બજારમાં તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

    પરંતુ સપ્તાહના અંતે પરિસ્થિતિ બદલાતી જોવા મળી હતી. અમેરિકાના ટેરિફનો સીધો દબાણ ભારતીય ઉદ્યોગોની નફાશક્તિ પર પડવાના અંદાજો, વૈશ્વિક બજારોમાં વધતી અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચવાલી દબાણ સામે સ્થાનિક ફંડોએ ખરીદી છતાં સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે સતત અનિશ્ચિતતા અને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવા રોકાણકારોના વધી રહેલા વિશ્વાસ વચ્ચે ડોલર ઈન્ડેક્સની રેન્જબાઉન્ડ સ્થિતિએ ગત સપ્તાહે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે ઓપેક તથા સભ્ય દેશોની મળનારી બેઠકમાં ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધુ વધારો કરવા પર ભાર આપી રહ્યુ હોવાના અહેવાલે ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો જોવાયો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    ભારતીય શેરબજાર છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક તુલનામાં દબાણ હેઠળ રહ્યું છે. સ્થાનિક સ્તરે કંપનીઓની આવકમાં નબળાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી અને ઊંચા મૂલ્યાંકનને કારણે ફંડોની પ્રોફિટ બુકિંગ થયું છે. ગયા વર્ષના ઓગસ્ટમાં ભારતના મૂલ્યાંકન વૈશ્વિક બજારોની સરખામણીએ ઊંચા હતા, જેના કારણે રોકાણકારો માટે બજાર આકર્ષક રહ્યું હતું. જોકે, તાજેતરના સમયમાં એ જ ઊંચા મૂલ્યાંકન ચિંતાનું કારણ બની રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્‌પની સત્તા સંભાળ્યા બાદ રોકાણકારોનો ઝોક અમેરિકા તરફ વધ્યો છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જેવી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં જોવા મળેલી મજબૂત રિકવરીના પરિણામે વૈશ્વિક માર્કેટ કેપમાં છેલ્લા એક વર્ષમાં ૧૫.૮૨ ટ્રિલિયન ડોલર જેટલો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૨૫.૨૭ ટ્રિલિયન ડોલર રહેલી વૈશ્વિક માર્કેટ કેપ ઓગસ્ટ ૨૦૨૫ના અંતે વધીને ૧૪૧.૦૯ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે.

    ભારત માટે, આ જ સમયગાળામાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતની માર્કેટ કેપ ૫.૬૬ ટ્રિલિયન ડોલર હતી, જે વૈશ્વિક માર્કેટ કેપના ૪.૫૨% જેટલા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતી હતી. પરંતુ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં આ ઘટીને ૫.૦૩ ટ્રિલિયન ડોલર અથવા ૩.૬૫% સુધી સીમિત રહી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં ભારતનો વૈશ્વિક હિસ્સો ૩.૬૦% સુધી ઘટ્યો હતો, જે છેલ્લા ૧૬ મહિનાની નીચી સપાટી ગણાય છે. વર્તમાન પરિસ્થિતિમાં અમેરિકા વૈશ્વિક માર્કેટ કેપમાં ૪૮.૧૦% હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ચીન બીજા અને જાપાન ત્રીજા ક્રમે છે. હોંગકોંગ પછી ભારત હજી પણ પાંચમા ક્રમે છે. નબળી કામગીરી છતાં ભારતનું સ્થાન ટોપ -૧૦માં જળવાઈ રહ્યું છે, જે રોકાણકારો માટે હજી લાંબા ગાળાના દ્રષ્ટિકોણે એક સકારાત્મક સંકેત છે.

    મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૯૮,૮૨૮.૫૫ કરોડની ખરીદી તેમજ ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૧,૬૨૨.૮૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૬,૯૦૨.૯૨ કરોડની વેચવાલી તેમજ ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૩૬૧.૯૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, ભારતીય અર્થતંત્રના ઉત્પાદન અને સેવા બંને ક્ષેત્રમાંથી મળેલા મજબૂત આંકડાઓ બજાર માટે સકારાત્મક સંકેત આપે છે. ઓગસ્ટ મહિનામાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૧૫ વર્ષની ટોચે પહોંચ્યો હતો અને ઉત્પાદન પીએમઆઈ પણ ૧૭ વર્ષની ઊંચાઈએ રહ્યો હતો, જે દર્શાવે છે કે સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે માંગ મજબૂત છે. આર્થિક પ્રવૃત્તિમાં આવી તેજી કંપનીઓની આવક અને નફાકારકતામાં વધારો લાવી શકે છે, જેના પરિણામે શેરબજારમાં તેજી જાળવાય તેવી સંભાવના છે. નિકાસ ઓર્ડરોમાં ૧૪ મહિનાની ટોચે પહોંચેલો વધારો વિદેશી બજારોમાંથી મજબૂત સહાયતા દર્શાવે છે. સાથે સાથે, મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં વધતી રોકાણકારોની ભાગીદારી, વધતા એસઆઈપી પ્રવાહ અને લાંબા ગાળાના રોકાણ દૃષ્ટિકોણ બજારને વધુ સ્થિરતા આપે છે. અગાઉ જેમ વિદેશી રોકાણકારો પર આધાર રાખવો પડતો હતો, તે સ્થિતિમાં હવે સ્થાનિક મૂડીપ્રવાહ બજાર માટે મજબૂત આધાર બની રહ્યો છે.

    પરંતુ ટૂંકા ગાળે પડકારો હજી યથાવત જ છે. અમેરિકાના ટેરિફ્સના પગલે એફપીઆઈ સતત વેચવાલી કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઊથલપાથલ થઈ શકે છે. વૈશ્વિક સ્તરે અમેરિકા – ભારત વચ્ચેના વેપારી સંબંધો, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને આગામી કોર્પોરેટ કમાણીના આંકડા બજાર માટે મુખ્ય નિર્ધારક બની રહેશે. જો વેપાર તણાવ ઘટે અને અમેરિકાના વધારાના ટેરિફ પાછા ખેંચાય, તો ફરીથી વિદેશી મૂડીપ્રવાહ વળવાની શક્યતા છે, જે બજારમાં વિશ્વાસ વધારશે. લાંબા ગાળે જોતા, ભારતની આર્થિક વૃદ્ધિ ક્ષમતા, મજબૂત સ્થાનિક મૂડીપ્રવાહ અને રોકાણકારોમાં વધતો વિશ્વાસ બજારને તેજી તરફ દોરી શકે છે. આમ, આગામી દિવસોમાં બજારમાં ટૂંકા ગાળાની અસ્થિરતા હોવા છતાં, મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારની દિશા સકારાત્મક રહેવાની શક્યતા છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧)સિપ્લા લિમિટેડ (૧૫૬૧) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) HCL  ટેકનોલોજી (૧૪૨૭) : A /T+1ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)અદાણી પોટર્‌સ (૧૩૨૯) : રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

    (૪)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૭૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરી । માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૨૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૩૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

    (૫)ભારત ફોર્જ (૧૧૩૫) : રૂ.૧૧૭૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૮૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) જિંદાલ સ્ટીલ (૧૦૩૮) : આર્યન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૦૮ થી રૂ.૯૯૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)ટૂરીઝમ ફાઈ.કોર્પો.(૩૩૪)ઃ ઇ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૮ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૮ થી રૂ.૩૫૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨)રેલ વિકાસ નિગમ (૩૧૮)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૯૭ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૩૨ થી રૂ.૩૪૦નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)ઓરિયન્ટ ટેક્નોલોજીસ (૨૯૭)ઃ રૂ.૨૮૮નો પ્રથમ તેમજ રૂ.૨૭૫ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૪ થી રૂ.૩૨૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪)ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ (૨૯૬)ઃ ગેસ ટ્રાન્સમિશન/માર્કેટીંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૭ થી રૂ.૩૨૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!

    (૫)આરબીએલ બેન્ક (૨૬૦) : રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૭૪ થી રૂ.૨૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬)નોસિલ લિમિટેડ (૧૭૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૦ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૮૮ થી રૂ.૧૯૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ (૧૬૩) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૭૭ થી રૂ.૧૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮)જીપીટી હેલ્થકેર (૧૪૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ હોસ્પિટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) HBFC ફાઇનાન્સ (૯૮) : નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ. ૧૧૩થી રૂ.૧૨૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    (૨)ઇન્ટ્રાસોફટ ટેકનોલોજી (૯૩)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇ-રીટેઇલ/ઇ-કોમર્સ સેક્ટરનાં આ સ્ટોકને  રૂા. ૮૬ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ. ૧૦૩ થી રૂ.૧૧૨ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!

    (૩)IDBI બેન્ક (૮૫) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮ નો પ્રથમ તેમજ રૂ.૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી   પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂા. ૯૦ થી રૂ.૯૪ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) NHPCલિમિટેડ (૭૪) : રૂ.૬૮ ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૮૦ થી રૂ.૮૩ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!

    સોના – ચાંદીના તેજી ભર્યા વર્ષમાં ઊઝઋ રોકાણકારોને ભરપૂર વળતર…!!

    સોનાચાંદીના ભાવમાં આવેલી ઐતિહાસિક તેજીને પગલે ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાં રોકાણ પર છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોને  નોંધપાત્ર રોકાણ પ્રાપ્ત થયું છે. ગોલ્ડ ઈટીએફસમાં સરેરાશ ૪૦% જ્યારે સિલ્વર ઈટીએફમાં ૩૬% જેટલું વળતર છૂટી રહ્યું છે. છેલ્લા ૧૨ મહિનામાં કાર્યરત ૧૬ ગોલ્ડ ઈટીએફસે સરેરાશ ૪૦.૪૪ % વળતર પૂરુ પાડયું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.

    સિલ્વર ઈટીએફસની કામગીરી પણ આ સમયગાળા દરમિયાન આકર્ષક રહી છે અને છેલ્લા ૧૨ મહિનામાં  ૨૧ સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૬.૧૪% વળતર આપ્યું છે.

    સોનાચાંદીની વર્તમાન રેલી માટે ભૌગોલિકરાજકીય તાણ, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા તથા મજબૂત ઔદ્યોગિક માગ કારણભૂત હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. બદલાઈ રહેલા વૈશ્વિક સમીકરણો વચ્ચે ચાંદીની ઔદ્યોગિક માગ વધવાની ધારણાંએ ચાંદીમાં પણ મોટી રેલી જોવા મળી રહી છે. જ્યારે ડોલરની નબળાઈ તથા સેફ હેવન ડીમાન્ડે સોનામાં ફન્ડોના રોકાણમાં વધારો થયો છે. સોનાચાંદીના ભાવ હાલમાં ઐતિહાસિક સપાટીએ બોલાઈ રહ્યા છે અને રોજે-રોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. જૂનમાં ગોલ્ડ ઈટીએફસમાં જોરદાર ઈન્ફલોસને જોતા હાલના અનિશ્ચિત વાતાવરણમાં રોકાણકારો સલામત રોકાણને પસંદ કરી રહ્યાનું સૂચવે છે. સેમીકન્ડકટર, સોલાર પેનલ્સ, વીજ વાહનોમાં ચાંદીનો વપરાશ થતો હોવાથી ચાંદીની ઔદ્યોગિક માગ વધી રહ્યાનું જોવા મળે છે. અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતની શકયતા વધી ગઈ છે તેને કારણે પણ સોનામાં ઉછાળો આવી રહ્યો છે. વર્તમાન કેલેન્ડરની વાત કરીએ તો ગોલ્ડ ઈટીએફસમાં રોકાણકારોને અત્યારસુધી સરેરાશ ૩૩ ટકા જ્યારે સિલ્વર ઈટીએફસે સરેરાશ ૩૫ ટકા વળતર પૂરુ પાડયું છે. આમ ૨૦૨૫માં સોનાની સરખામણીએ  વળતરની દ્રષ્ટિએ ચાંદીની સારી કામગીરી જોવા મળી રહી છે.

    ભારતનો સૌથી ઝડપી વિકાસઃ ટેરિફ છતાં એપ્રિલ-જૂનમાં ૭.૮% જીડીપી વૃદ્ધિ…!!

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ’ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્‌પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ૭.૮%નો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ૬.૭%ના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.

    ટ્રમ્પે ૨ એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત ૨૦૦દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે ૯ એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર ૨૫ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને ૨૭ઑગસ્ટથી ૫૦ટકા કરી દેવાયો છે.ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના ’આતંકી’ નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે ૭.૮% નો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં ૬.૫% હતો.

    નાણાકીય વર્ષ ૨૪-૨૫ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર ૭.૪% હતો. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ.૪૭.૯૮ લાખ કરોડ હતો, જ્યારે ૨૦૨૪-૨૫ના સમાન સમયમાં રૂ.૪૪.૪૨ લાખ કરોડ હતો, જે ૭.૮%નો વૃદ્ધિદર દર્શાવે છે.સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ ૨૦૨૪માં ૮.૪%રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર ૫.૨%રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં ૭.૮%ની વૃદ્ધિ નોંધાઈ હતી. એ જ રીતે સેવા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિના કારણે ભારતીય અર્થતંત્રે સમાન સમયમાં ૭.૬%નો વાસ્તવિક જીવીએ ગ્રોથ પણ નોંધાવ્યો છે.

    ઓગસ્ટ માસમાં જીએસટી આવક રૂ.૧.૮૬ લાખ કરોડને પાર…!!

    ઓગસ્ટ ૨૦૨૫માં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂ. ૧.૮૬ લાખ કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ ૨૦૨૪માં આ આવક રૂ. ૧.૭૫ લાખ કરોડ રહી હતી. એટલે કે આ વર્ષે ઓગસ્ટમાં જીએસટી આવકમાં ૬.૫%નો વધારો નોંધાયો છે. જોકે, જુલાઈ ૨૦૨૫માં રૂ. ૧.૯૬ લાખ કરોડની આવક સામે ઓગસ્ટમાં આવક ઘટી છે.ઓગસ્ટ મહિનામાં જીએસટી રિફંડ રૂ. ૧૯,૩૫૯ કરોડ સુધી ઘટી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં ૨૧% ઓછો છે. પરિણામે રિફંડ બાદની નેટ આવકમાં ૧૦%થી વધુનો વધારો થયો છે.  આ વૃદ્ધિમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો સૌથી મોટો ફાળો છે, જેમણે મળીને કુલ જીએસટી આવકમાં ૩૩% હિસ્સો આપ્યો છે.બીજી તરફ ઇમ્પોર્ટ ડયૂટીની આવક ઓગસ્ટમાં ઘટીને રૂ. ૪૯,૩૦૦ કરોડ રહી છે, જ્યારે જુલાઈમાં આ આવક રૂ. ૫૦,૦૦૦ કરોડ હતી. અમેરિકાના ટેરિફ વોરના કારણે નિકાસકારો તરફથી માગવામાં આવતા રિફંડમાં ૧૮% ઘટાડો નોંધાયો છે.

    એશિયામાં મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્ધિ, ભારતમાં પીએમઆઈ ૧૭ વર્ષની ઊંચાઈએ…!!

    એશિયાના મોટાભાગના દેશોમાં ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત રહી છે. ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પાકિસ્તાનમાં થોડી પીછેહઠ જોવા મળી. ખાસ કરીને ભારતનો પીએમઆઈ ૫૯.૩૦ સાથે ૧૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિગ્નલ છે. ચીનમાં પીએમઆઈ જુલાઈના ૪૯.૫૦ થી વધીને ઓગસ્ટમાં૫ ૫૦.૫૦ રહ્યો છે, જે વિસ્તરણનું નિર્દેશ કરે છે. મલેશિયાનો પીએમઆઈ ૧૫ મહિનાની ટોચે, થાઇલેન્ડનો ૧૩ મહિનાની ટોચે અને ઇન્ડોનેશિયાનો ૫ મહિનાની ઊંચી સપાટીએ નોંધાયો છે. પાકિસ્તાનમાં પીએમઆઈ ૫૦.૧૦ સુધી ઘટ્યો. બીજી તરફ વિકસિત દેશોમાં પરિસ્થિતિ નબળી રહી છે. યુકેનો પીએમઆઈ ૫૦ની અંદર જ રહ્યો, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયામાં થોડો સુધાર જોવા મળ્યો હોવા છતાં ઈન્ડેકસ હજુપણ ૫૦ની નીચે છે. યુરો ઝોન અમેરિકા સાથેના વેપાર કરારથી ફાયદો ઉઠાવી રહ્યો છે, જ્યાં પીએમઆઈ ૫૦.૭૦ સાથે ૪૧મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો. ભારતમાં બિઝનેસ કોન્ફિડેન્સ ત્રણ વર્ષની નીચી સપાટીએથી ઊંચકાયો છે અને મોટાભાગની કંપનીઓ ભાવિ માગ અંગે આશાવાદી છે. ચીનમાં પણ વેપાર વિશ્વાસ વધ્યો છે, જ્યારે વિકસિત દેશોમાં અનિશ્ચિતતા યથાવત છે.

    ભારતનો સૌથી ઝડપી વિકાસઃ ટેરિફ છતાં એપ્રિલ-જૂનમાં ૭.૮% જીડીપી વૃદ્ધિ…!!

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ ૨૦૨૫માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને ’ડેડ ઈકોનોમી’ ગણાવી હતી ત્યારે ટ્રમ્‌પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ૭.૮%નો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ૬.૭%ના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.

    ટ્રમ્પે ૨ એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત ૨૦૦દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે ૯ એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર ૨૫ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને ૨૭ઑગસ્ટથી ૫૦ટકા કરી દેવાયો છે.ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના ’આતંકી’ નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે ૭.૮% નો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં ૬.૫% હતો.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 6, 2025
    મનોરંજન

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GST Council દ્વારા વીમા પ્રીમિયમ પર જીએસટીના દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યાં

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ – કોમર્સ કંપનીઓ વચ્ચે હરિફાઈ તીવ્ર બનવાની શક્યતા…!!

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025

    Tusshar Kapoor પ્રકાશ ઝાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘જનાદેશ’માં જોડાયો

    September 6, 2025

    ‘Love and War’ના વ્યસ્ત સમયપત્રક વચ્ચે આલિયાએ રાહાના ઉછેર વિશે વાત કરી

    September 6, 2025

    ‘No Entry 2’ ત્રણેય મુખ્ય કલાકારો ડબલ રોલમાં જોવા મળશે

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pavagadh માં અચાનક રોપ-વે તૂટતા ૬ લોકો કાળનો કોળિયો બન્યા

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું પંચાંગ

    September 6, 2025

    07 સપ્ટેમ્બર નું રાશિફળ

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.