અભદ્ર ભાષામાં લખેલું પાર્સલ લેવાની ના પાડતા યુવક પર હુમલો: મહિલાને મોકલવાના વિવાદિત પાર્સલનો મામલો, એ-ડિવિઝન પોલીસે CCTV આધારે તપાસ શરૂ કરી
Rajkot,તા.28
શહેરના હુડકો ચોકડી પાસે હરિ ઓમ પાર્કમાં રહેતા 32 વર્ષે યુવાનને નંદન કુરિયર ઓફિસમાં અભદ્ર ભાષામાં લખેલ પાર્સલ લેવાની ના પાડતા અજાણ્યા શખ્સ દ્વારા યુવાન હાથમાં પહેરેલ કળા વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે હરિઓમ પાર્કમાં રહેતા રાજુભાઈ લક્ષ્મણભાઈ નનેરા ઉંમર વર્ષ 32 વર્ષીય યુવાન આજે સવારે 10:00 વાગ્યે આસપાસ પંચનાથ મંદિર પાસે આવેલી નંદન કુરિયર ઓફિસ હતી ત્યારે અજાણ્યો શખ્સ પાર્સલ લઈ ને આવેલ અને પાર્શલ મહિલાને આપવાનું હોય અને વિવાદિત પાર્સલ હોવથી રાજુભાઈ દ્વારા પાર્સલ લેવાની ના પાડતા અજાણ્યો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને શખ્સએ હાથ પહેરેલ કળા વડે યુવાનને માથામાં ભાગે માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ હતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોરી ગયો હતો અને આ અંગે અજાણ્યા શખ્સ કોઈ સ્ત્રી મિત્ર સાથે ઝઘડો ચાલતો હોય અને પાર્સલમાં લખેલ કે “તારે લેવું હોય તો લઈ લેજે “તેવા સભ્યોનો શબ્દોનો ઉપયોગ કરતા કર્મચારીએ ના પાડતા અજાણ્યા શખ્સ દાદાગીરી કરી હોવાનું પ્રાથમિક તારણ એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે

