Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજનું પંચાંગ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર
    • Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે
    • હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું
    • Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ઘટસ્ફોટ
    ગુજરાત

    Gujarat ના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ઘટસ્ફોટ

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Gujarat,તા.04

     ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.

    20 થી 29 ઓગસ્ટ સુધીના વરસાદને આધારે કરાયેલો અભ્યાસ

    ગત 20 થી 29 ઓગસ્ટ દરમિયાન કેટલો વધારે વરસાદ પડ્યો તેના અંગે આઈઆઈટી ગાંધીનગર ખાતે મશીન ઈન્ટેલિજન્સ એન્ડ રીસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો. જેના અનુસાર 17 જિલ્લામાં બે દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા 10 વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેવો વરસાદ બે દિવસના સમયગાળામાં પડ્યો હતો. આ જ રીતે 15 જિલ્લામાં 3 દિવસમાં પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં 3 દિવસના આ સમયગાળામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો.

    આડેધડ શહેરીકરણથી પૂરનું સંકટ વધ્યું

    આઇઆઇટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર-એમઆઈઆર લેબના મુખ્ય સંશોધક ઉદિત ભાટીયાએ જણાવ્યું કે, ‘પૂરનું સંભવિત જોખમ ધરાવતા વિસ્તારમાં અણઘડ શહેરી વિકાસ, રસ્તાની ઊંચાઈમાં ફેરફાર કરવો, બેફામ શહેરીરરણ માટે ડ્રેનેજ લાઈન સાથે ચેડાં કરવા જેવી બાબતને કારણે પૂરનું સંકટ વધ્યું હોઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.’

    વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં 3 દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો 10 વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડતો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલા લેવા પડશે.

    Gujarat Rain IIT-Gandhinagar IIT-research rainfall-in-Gujarat record-rainfall-in-Gujarat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.