Morbi,તા.08
મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મહાકાય મચ્છુ ૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેના જળ મચ્છુ ૨ ડેમમાં આવતા મચ્છુ ૨ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે મોરબી જીલ્લાના ત્રણ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે તેમજ ત્રણ ડેમ ૯૦ ટકાથી ૯૭ ટકા સુધી ભરાઈ ગયા છે
મોરબી જીલ્લામાં કુલ ૧૦ ડેમ આવેલા છે જેમાં મચ્છુ ૧ ડેમ, ડેમી ૨ ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે ત્રણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તેમજ મચ્છુ ૨ ડેમ ૮૮.૫૯ ટકા, ડેમી ૧ ડેમ ૫૧.૦૯ ટકા, બંગાવડી ડેમ ૫૯.૪૧ ટકા, બ્રાહ્મણી ડેમ ૯૭.૮૯ ટકા, બ્રાહ્મણી ૨ ડેમ ૫૭.૩૨ ટકા, મચ્છુ ૩ ડેમ ૮૫.૧૧ ટકા અને ડેમી ૩ ડેમ ૩.૪૪ ટકા ભરાઈ ગયો છે ત્રણ ડેમ ભરાઈ જતા તેમજ મચ્છુ ૨ ડેમ અને મચ્છુ ૩ ડેમ ઓવરફલો થવાની નજીક હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારમાં અને નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું છે

