New Delhi,તા.09
દેશના 17માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે દિલ્હીમાં સંસદભવનમાં મતદાન શરૂ થયુ છે અને સૌપ્રથમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મતદાન કર્યુ હતું. ગત મહિને ઓચિંતા જ જગદીપ ધનખડના આ પદ પરથી રાજીનામાના પગલે યોજાઈ રહેલી આ ચુંટણીમાં લોકસભા અને રાજયસભાના સાંસદો મતદાર હોય છે અને આ ચુંટણીમાં મુખ્ય જંગ શાસક એનડીએના સી.પી.રાધાકૃષ્ણન અને વિપક્ષના બી.સુદર્શન રેડ્ડી વચ્ચેનો છે બન્ને સદનોના સભ્યોમાં હાલ શાસક મોરચા એનડીએ સાથે લોકસભાના 293 અને રાજયસભાના 132 એમ કુલ 425 મતો નિશ્ચિત માનવામાં આવે છે.
જયારે વિપક્ષ પાસે લોકસભાના 234 થયા. રાજયસભાના 77 અને 311 મતો છે તેથી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવે છે જે ઉપરાંત બીજુ જનતાદળ (7 સાંસદો) ભારત રાષ્ટ્રીય પાર્ટી (4 મત) અકાલીદળ (1 મત) અપક્ષ 5 મતોમાં તેઓએ મતદાનમાં ભાગ નહી લેવા નિર્ણય કર્યો છે. તેમ છતાં શાસક એ વિપક્ષની છાવણીમાંથી ક્રોસ વોટીંગ થશે તેવી અપેક્ષા રાખે છે.
જો કે વિપક્ષ કાંઈ મળવાની આશા રાખે છે. એનડીએના ઉમેદવાર રાધાક્રિષ્ન મંદિરે દર્શન કરી બાદમાં મતદાન સ્થળે પહોંચ્યા હતા. ગઈકાલે જ શાસક એનડીએ તથા વિપક્ષે તેના સાંસદોની બેઠકમાં મતદાન પ્રક્રિયાનું મોક પોલ કર્યુ હતું. આ ચુંટણી બેલેટ પેપર મારફત થાય છે તેમાં કોઈ પક્ષ વ્હીપ આપી શકતા નથી તેથી ક્રોસ વોટીંગની પણ શકયતા રહે છે છતાં તે શિસ્તભંગ ગણાશે નહી.
આજે દિવસના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે તે સાંજે 6 વાગ્યે મતગણતરી હાથ ધરાશે અને રાત્રીના 8 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. જીત માટે મતદાનના 50% થી વધુ મતો જરૂરી છે. સતાવાર રીતે 788 સભ્યોમાં હાલ 780 સ્થાન પર સભ્યો મોજૂદ છે. તેથી 391 મતો મેળવનાર વિજેતા ગણાશે.
મતપત્રકમાં પસંદગીનો નંબર 1-2 એમ દર્શાવીને બાદમાં નામ પણ લખવાનું હોય છે અને તેમાં ભુલ એ મત રદબાતલ થઈ શકે છે. સાંજે પરિણામ જાહેર થયા બાદ એકાદ દિવસમાં રાષ્ટ્રપતિ નવા ચુંટાયેલા ઉપરાષ્ટ્રપતિને શપથ લેવરાવશે.