New Delhi તા.31
ઈરાન કટોકટીના પગલે દેમાં ક્રુડ તેલ અને ગેસના સર્જાયેલા સંકટમાં સરકારે પુરતુ આયોજન કરીને પૂરી કટોકટી હેમખેમ પાર કરી છે પરંતુ ક્રુડતેલના દેશમાં ઉંચા ભાવને કારણે ઓઈલ કંપનીઓને અંડર રીકવરી થઈ રહી છે અને તેનો બોજો વધી રહ્યો છે.
તેમાં સરકારે ઘરેલુ સીલીન્ડરના ભાવમાં કોઈ મોટો વધારો કર્યો નથી પરંતુ આગામી દિવસોમાં આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેથી એક તરફ પીએનજી એટલે કે પાઈપલાઈન મારફત ગેસ વિતરણને પ્રાધાન્ય આપવાનું તો બીજી તરફ હવે 10 કિલોના નવા સીલીન્ડર ઉપલબ્ધ બનાવી તેને કવીક ડીલીવરી વ્યવસ્થા મારફત ફકત ત્રણથી ચાર કલાકમાં અને તેથી પણ ઓછા સમયમાં મળી જાય તે માટે તૈયારી કરી રહી છે.
ઓઈલ મારકેટીંગ કંપનીઓ 10 કિલો અને તે પણ હળવા વજનના તથા વધુ સુરક્ષીત ગેસ સીલીન્ડરની સપ્લાઈ વધારશે. પાંચ કિલોના સીલીન્ડર ગરીબ અને એવા મજદૂર પરીવાર માટે ઉપલબ્ધ છે કે જેઓ અલગ અલગ સ્થળે ફરતા રહે છે અને પોતે કાયમી કનેકશન લેતા નથી.
તો બીજી તરફ હવે જૈન-ઝી માટે કે જેઓ કવીક ડીલીવરી ઈચ્છે છે અને તેના માટે કોઈ પણ ભાવ ચુકવવા તૈયાર છે તેને ધ્યાનમાં રાખીને સરકાર ફકત 4 કલાકમાં કે તેથી ઓછા સમયમાં આ પ્રકારના સીલીન્ડર મળી જાય તે જોવા માંગે છે.
જેના કારણે 14.2 કિલોના ઘરેલુ વપરાશના ગેસ સીલીન્ડર છે તેના ઉપરનો બોજો અને સબસીડી બન્ને ઘટશે કારણ કે 10 કિલોના સીલીન્ડરમાં કોઈપણ પ્રકારની સબસીડી ઉપલબ્ધ નહીં રહે. પરંતુ લોકો જે રીતે હવે કવીક કોમર્સ મારફત ઘરેલુ વપરાશની ચીજો પણ 10 મીનીટની ડીલીવરીમાં ગમે તે ભાવે મેળવવા તૈયાર છે તો તે માનસીકતાનો ઉપયોગ હવે આ પ્રકારે રાંધણ ગેસમાં પણ થશે.

