Dubai,તા.9
એશિયા કપ 2025ની આજથી શરૂઆત થઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમો UAE પહોંચી ગઈ છે. બંને ટીમો પોત-પોતાના ટ્રેનિંગ સેશન દરમિયાન ખૂબ પ્રેકિ્ટસ કરી રહી છે. નેટ્સ પ્રેકિ્ટસમાં બંને ટીમો સામસામે પણ આવી, પરંતુ ખાસ વાત એ રહી કે, બંને ટીમો જ્યારે એક જ સ્થાને પ્રેકિ્ટસ કરવા પહોંચી તો તેમની વચ્ચે કોઈ વાતચીત ન થઈ ન હતી.
અહેવાલ પ્રમાણે જ્યારે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ સ્થાને પ્રેકિ્ટસ માટે પહોંચ્યા, તો તેમની વચ્ચે કોઈ “હાય-હેલો” ન થયું. બંને ટીમોએ પોતપોતાની પ્રેકિ્ટસ પૂર્ણ કરી અને વાતચીત કર્યા વિના જ મેદાનમાંથી પરત ફરી ગયા. એ સ્પષ્ટ દેખાયું કે, મેદાનમાં ઉતરતા પહેલા બંને ટીમો એકબીજા પ્રત્યે કેટલી ગંભીર અને કેન્દ્રિત છે.
ભારતીય ટીમે દુબઈમાં ICC ક્રિકેટ એકેડેમીમાં પોતાનું બીજું ટ્રેનિંગ સેશન રાખ્યુ હતું. ટીમનું આ સેશન ત્રણ કલાકથી વધુ ચાલ્યું. અહેવાલ પ્રમાણે તમામ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનોએ લગભગ એક કલાક સુધી બેટિંગની પ્રેકિ્ટસ કરી. કોચ ગૌતમ ગંભીરે ટીમની તૈયારી પર નજર રાખી. ટીમના ટ્રેનર એડ્રિયન લે રોક્સે ખેલાડીઓને ફિટનેસ ડ્રીલ કરાવી, જ્યારે સીતાશુ કોટક સ્કોરિંગ સંભાળતા જોવા મળ્યા.