New Delhi, તા. 9
બોલીવુડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના પુત્રવધુ ઐશ્વર્યા રાયે દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવીને તેના નામ, તસ્વીર અને આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના માધ્યમથી તેના વિશે જે અશ્લીલ મટીરીયલ તૈયાર કરવામાં આવે છે તે તમામ પર પ્રતિબંધ મુકવા માંગણી કરી છે.
ઐશ્વર્યાએ હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, વેબસાઇટ દ્વારા તેની એઆઇ જનરેટેડ તસ્વીરોનો ઉપયોગ કરીને અનેક પ્રોડકટ વેચી રહી છે જેમાં તેમની સંમતિ પણ નથી અને કોઇ કરાર પણ થયો નથી જે કાનુની અપરાધ છે.
એટલું જ નહીં કેટલીક વેબસાઇટો તેની તસ્વીરોનો ઉપયોગ એઆઇ જનરેટેડે અશ્લીલ સામગ્રી માટે કરી રહી છે જેના પર પણ પ્રતિબંધ મુકાવો જોઇએ. હાઇકોર્ટે આ અંગે અરજી દાખલ કરીને વધુ સુનાવણી માટે તૈયારી બતાવી હતી.