Bengaluru, તા. 31
દુલીપ ટ્રોફી સેમીફાઇનલ મુકાબલામાં ઇસ્ટ ઝોન માટે રમી રહેલાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી માટે રવિવારનો દિવસ યાદગાર બની ગયો. ઇસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઇશાન કિશનને મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થવાનાં કારણે મેદાનથી બહાર જવું પડ્યું, એવામાં વાઇસ કેપ્ટન વૈભવે ટીમની કમાન સંભાળી.
કપ્તાની કરતાં વૈભવે સેન્ટ્રલ ઝોનના ઓપનર આર્યન જુયાલ સામે અપીલ કરતાં પોતાનો પહેલો રિવ્યૂ લીધો જે એકદમ સાચો નિર્ણય સાબિત થયો. આ પહેલા ઇસ્ટ ઝોને ટોસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
► 266 રન પર ઓલ આઉટ થઈ ગઈ સેન્ટ્રલ ઝોનની પહેલી ઇનિંગ
► 60 રન સૌથી વધુ સેન્ટ્રલ ઝોન માટે રિંકુ સિંહે બનાવ્યાં
► 3-3 વિકેટ ઇસ્ટ ઝોન માટે મુકેશ અને અભિજીતે ઝડપી

