Abu Dhabi,તા.10
અફઘાનિસ્તાને T20 એશિયા કપ 2025 માં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. ટીમે મંગળવારે પહેલી મેચમાં હોંગકોંગને 94 રનથી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં રનની દ્રષ્ટિએ અફઘાનિસ્તાનની આ સૌથી મોટી જીત છે.
અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેમણે 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હોંગકોંગની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 94 રન જ બનાવી શકી હતી.
અફઘાનિસ્તાન તરફથી સિદ્દિકુલ્લાહ અટલ (52 બોલમાં 73 રન) અને અઝમતુલ્લાહ ઉમરઝાઈ (21 બોલમાં 53 રન) એ અડધી સદી ફટકારી. મોહમ્મદ નબીએ 33 રન બનાવ્યા. કિંચિંત શાહ અને આયુષ શુક્લાએ 2-2 વિકેટ લીધી. હોંગકોંગના બાબર હયાતે સૌથી વધુ 39 રન બનાવ્યા. ફઝલહક ફારૂકી અને ગુલબદીન નાયબે 2-2 વિકેટ લીધી.
અઝમતુલ્લાહ ઉમરઝાઈને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તે T20 ઇન્ટરનેશનલમાં ફિફ્ટી ફટકારનાર સૌથી ઝડપી અફઘાન બેટ્સમેન બન્યો છે. તેણે મોહમ્મદ નબીનો 21 બોલનો રેકોર્ડ તોડ્યો.