Gandhinagarતા.10
હાલ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ચોમાસુ સત્ર બીજા દિવસની શરૂઆત આજે પ્રશ્નોતરી થઈ હતી. આજના સેશનમાં રાજ્યમાં આકાર લેનાર હેલીપેડ અંતર્ગત ચર્ચા થઈ હતી. આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં અમદાવાદ શહેરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા રાજ્યમાં હેલીપેડ વિકસાવવાની કામગીરી અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો.
વિધાનસભાના પ્રશ્નોત્તરી સમયે બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિનેશભાઈ દ્વારા સવાલ કરાયો હતો કે, 31/07/2025ની સ્થિતિએ એક વર્ષમાં રાજ્યમાં કયા-કયા સ્થળોએ હેલીપેડ વિકસાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેની સ્થિતિ શું છે?
જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાપુતારા એમ પ્રવાસન સ્થળોએ હેલીપેડ સ્ટેશન વિકસાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાં માટે દ્વારકામાં જમીન પણ મેળવવામાં આવી છે.
અન્ય સ્થળો જેમકે સોમનાથ, અંબાજી અને સાપુતારામાં હેલિપોર્ટ માટે જમીન વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત માસ્ટર પ્લાનિંગ માટે એજન્સીની નિમણૂંક પણ કરવામાં આવી છે.