Americaતા.10
ભારત અને ચીન હાલમાં રશિયા પાસેથી ઘણુ ઓઈલ ખરીદી રહ્યા છે તેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા છે હવે તેમણે યુરોપિયન યુનિયન (ઈયુ)ને ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ટેરિફ લગાવવાનો આગ્રહ કર્યો છે. સૂત્રો અનુસાર ટ્રમ્પ ઈચ્છે છે કે ઈયુ રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર દબાણ લાવવા આવું કરે.
એક અમેરિકી અધિકારી અને ઈયુના રાજદ્વારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે ઈયુના અધિકારીઓને આ વાત કરી હતી. ટ્રમ્પે ઈયુને કહ્યું હતું કે તે ભારત પર પણ આવી રીતે ભારે ટેરિફ લગાવે.
ઈયુના રાજદ્વારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ સંકેત આપ્યો હતો કે જો ઈયુ તેની વાત માને છે તો તે પણ આ રીતના ટેરિફ લગાવશે. જો ઈયુ આ અનુરોધને માનશે તો તેની રણનીતિ બદલી જશે. અત્યાર સુધી ઈયુ રશિયાને અલગ થલગ કરવા માટે પ્રતિબંધ લગાવતું હતું, ટેરિફ નહીં.
ટ્રમ્પે ઘણીવાર એ ફરીયાદ કરી છે કે યુરોપે ખુદને પૂરી રીતે અલગ નથી કર્યું ગત વર્ષે ઈયુએ પોતાના ગેસના લગભગ 19 ટકા રશિયાથી ખરીદયો હતો. જો કે ઈયુનું કહેવું છે કે તે રશિયન ઉર્જા પર પોતાની નિર્ભરતા પૂરી રીતે ખતમ કરવા માટે પ્રતિબધ્ધ છે.

