Mumbai,તા.10
હૃતિક રોશનની ‘ક્રિશ ફોર’ માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતા રાકેશ રોશને પોતાના ૭૬મા જન્મદિને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હાલ ફિલ્મનું બજેટ નક્કી થઈ રહ્યું છે. તે પછી ફિલ્મ શરુ કરવામાં આવશે. અગાઉ જ એ જાહેરાત થઈ ચૂકી છે કે ‘ક્રિશ ફોર’નું દિગ્દર્શન રાકેશ રોશન નહિ પરંતુ ખુદ હૃતિક કરશે. જોકે, હૃતિક રાકેશ રોશન જેટલો કાબેલ દિગ્દર્શક પુરવાર થશે કે કેમ તે અંગે બોલીવૂડના વર્તુળોને શંકા છે. હૃતિક હાલ કેરિયરના નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેની તાજેતરની ફિલ્મ ‘વોર ટુ’ બોક્સ ઓફિસ પર ખાસ કશું ઉકાળી શકી નથી.