Mumbai,તા.10
અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની સુપર ફલોપ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નાં દિગ્દર્શક વાસુ ભગનાની અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર વચ્ચેનો ઝઘડો વધુ વકર્યો છે. વાસુ ભગનાનીએ અલી અબ્બાસ ઝફર બેનામી કંપનીઓ ચલાવી મની લોન્ડરિંગ કરતો હોવાનો આરોપ મૂક્યો છે. અગાઉ અલી અબ્બાસ ઝફર સામે નાણાંકીય ગોલમાલની એફઆઈઆર કરી ચૂકેલા વાસુ ભગનાની હવે ઈડી તથા સીબીઆઈમાં પણ ફરિયાદ કરશે.
આ ફિલ્મના કલાકારો અને કસબીઓને પૈસા નહિ ચૂકવાયા હોવાની તકરરા અગાઉ થઈ હતી. તે વખતે અલી અબ્બાસ ઝફરે વાસુ ભગનાની પર આક્ષેપો કર્યા હતા. હવે વાસુ ભગનાનીએ નવા આરોપો કરતાં કહ્યું હતું કે અલી અબ્બાસ ઝફરે અબુ ધાબીમાં બોલી જંપર નામની કંપની રજિસ્ટર કરાવી છે. પણ તેનું સંચાલન મુંબઈથી કરે છે. આ કંપની દ્વારા મોટાપાયે મની લોન્ડરિંગ થાય છે. ભગનાનીએ દાવો કર્યો હતો કે અલી અબ્બાસ ઝફર ફક્ત ફિલ્મનો દિગ્દર્શક જ નહિ પરંતુ સહ નિર્માતા પણ હતો.