Kathmanduતા.૧૦
નેપાળમાં હાલ સ્થિતિ વણસેલી છે. એવું કહેવાય છે કે પોલીસ સાથે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધી ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ છે. પોલીસે સંસદ અને અધિકૃત ઈમારતોની દીવાલો પર પ્રદર્શનકારીઓના ચડી જવાથી તેમના પર ટીયર ગેસ, પાણીનો મારો અને ગોળીઓ ચલાવી. મંગળવારે પણ પ્રદર્શન ચાલુ હતું જેમાં પ્રદર્શનકારીઓએ સંસદ ભવન, નેપાળી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય અને પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના ઘરને આગચંપી કરી. અનેક અન્ય રાજનેતાઓના ઘરોમાં પણ તોડફોડ મચાવી. જનતા ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારની નિષ્ફળતાથી તંગ આવી ચૂકી હતી. કેપી શર્મા ઓલીની સરકારે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યો જેણે આગમાં ઘી નાખવાનું કામ કર્યું. ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ઓલીએ પ્રધાનમંત્રી પદ છોડવું પડ્યું. પરિણામ સ્વરૂપે નેપાળમાં ઓલીની સત્તા ગઈ. ત્યારબાદ એક નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે અને તે છે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું.
૨૦૦૮માં રાજાશાહી ગયા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ એક સામાન્ય નાગરિક તરીકે જીવી રહ્યા છે. તેમના મુખ્ય નિવાસ કાઠમંડુ સ્થિત નિર્મલ નિવાસ છે. ૨૦૨૪ની શરૂઆતમાં હેમંતબાસ નામના એક કોટેજમાં થોડા સમય માટે રહેવા ગયા. તેમની પત્ની રાની માતા રત્ના પૂર્વ શાહી મહેલના પરિસરની અંદર મહેન્દ્ર મંજિલમાં રહે છે.
શાહી પરિવારના રાજકુમાર અને રાજકુમારી વિદેશમાં રહે છે. પૂર્વ યુવરાજ પારસ અને રાજકુમારી હિમાનીની પુત્રી રાજકુમારી કૃતિકા શાહ જુલાઈ ૨૦૦૮માં પોતાના પરિવાર સાથે નેપાળ છોડીને સિંગાપુર જતા રહ્યા. જ્યાં તેઓ અભ્યાસ કરે છે. મોટી બહેન રાજકુમારી પૂર્ણિક શાહ પણ ૨૦૦૮માં નેપાળ છોડીને સિંગાપુરમાં છે. માર્ચમાં જ્યારે જ્ઞાનેન્દ્ર શાહ પોખરાથી કાઠમંડુ પાછા ફર્યા અને હજારો રાજાશાહી સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. તેમને અને તેમના પરિવારને નિર્મલ નિવાસ લઈ જવામાં આવ્યા. મેમાં તેમણે પોતાના પરિવારના સભ્યો અને અમેરિકાથી પાછા ફરેલા પૌત્ર હ્રદયેન્દ્ર સાથે નારાયણહિતી શાહી મહેલની મુલાકાત લીધી. આ દરમિયાન પરિવારે મહેલ પરિસરમાં પૂજા અર્ચના કરી.
રાજાશાહીની વાપસી માટે કોશિશ તો અનેકવાર થઈ જેમ કે માર્ચમાં રાજાશાહી સમર્થક પ્રદર્શનોમાં ભારે ભીડ ઉમટી, જે રાજા પાછા આવો, દેશ બચાવો…ના નારા લગાવતી હતી. મેમાં નવરાજ સુબેદીના નેતૃત્વમાં રાજાશાહી સમર્થક સમૂહોએ દેશવ્યાપી વિરોધ અભિયાન શરૂ કર્યું. અધિકારીઓએ જુલાઈ સુધી નારાયણહિતી મહેલ સંગ્રહાલય સહિત પ્રમુખ વિસ્તારોની આસપાસ પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવ્યા. સત્તાધારી સીપીએન-યુએમએલ પાર્ટીએ નેપાળ ગણતાંત્રિક વ્યવસ્થાની રક્ષા માટે ખાસ કરીને ગણતંત્ર દિવસ પર જવાબી વિરોધ પ્રદર્શન કર્યા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે આ આંદોલનને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. કાઠમંડુમાં તેમની ઉપસ્થિતિએ હજારો સમર્થકોને આકર્ષિત કર્યા. જો કે તેમણે ઔપચારિક રીતે ગાદી પાછી લેવાની કોશિશ કરી નથી. આમ છતાં તેમની હાજરી રાજભક્ત સમર્થકોને ભેગા કરતી રહી છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) રાજતંત્રનું સમર્થન એક શાસક તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતોના સંરક્ષક તરીકે કરે છે.
૨૦૦૮માં માઓવાદી આંદોલને નેપાળને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવી દીધુ. પરંતુ ૧૭ વરષમાં ૧૪ સરકારો બદલાઈ ચૂકી છે. કોઈ પણ સરકાર સ્થિરતા આપી શકી નહીં. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીએ જનતાને નિરાશ કર્યા. ૮૧ ટકા હિન્દુ વસ્તી પોતાની સાંસ્કૃતિક ઓળખ પાછી ઈચ્છે છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) અને કાઠમંડુ મેયર બાલેન્દ્ર શાહ આ આંદોલનને હવા આપે છે. માર્ચમાં હિંસક ઝડપોમાં બે લોકો માર્યા ગયા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઓલીના રાજીનામા બાદ નેપાળી સેનાએ કાયદો વ્યવસ્થા સંભાળી છે. સેના પ્રમુખે પૃથ્વી નારાયણ શાહની તસવીર સામે નિવેદન આપ્યું જેને રાજાશાહી સમર્થનનો સંકેત ગણવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો બાલેન્દ્ર શાહેને વચગાળાના પીએમ બનાવવા માંગે છે. પરંતુ નજર જ્ઞાનેન્દ્ર પર ટકેલી છે. એક્સ પર લોકો કહે છે, કમ્યુનિઝમ ખતમ, રાજા પાછા ફરો.
નેપાળનું બંધારણ રાજાશાહીની મંજૂરી આપતું નથી. નવું બંધારણ જોઈએ જે સરળ નથી. આગામી ચૂંટણી ૨૦૨૭માં છે. પરંતુ અસ્થિરતાને કારણે જલદી ચૂંટણી થાય તેવી માંગણી થઈ રહી છે. કેટલાક જાણકારો કહે છે કે માઓવાદી અને ચીનનો પ્રભાવ હજુ પણ વિધ્ન છે. આમ છતાં જનતાનો જોશ અને આરપીપીનું સમર્થન રાજાશાહીની આશા જગાવી રહ્યું છે. જ્ઞાનેન્દ્રએ હજુ ચૂપ્પી સાધી છે પરંતુ તેમના સમર્થક કહે છે કે તેઓ જ દેશ બચાવી શકે છે. આરપીપી અને યુવા સંગઠન હિન્દુ રાષ્ટ્ર માટે લડી રહ્યા છે. પરંતુ પડકારો એક જ છે માઓવાદી, ચીનનું દબાણ. શું નેપાળ ફરીથી રાજાશાહી તરફ વળશે? કે પછી નવી સરકાર બનશે? એ કહેવું અઘરું છે પરંતુ વાયરો તો રાજાશાહી તરફ જોવા મળી રહ્યો છે.