New Delhi, તા.11
દિલ્હી હાઈકોર્ટે બુધવારે દિવંગત વેપારી સંજયકપુરની પત્નિ પ્રિયા કપુરને નિર્દેશ કર્યો હતો કે તે 12 જુન એટલે કે પતિના નિધન સુધીની તેમની ચલ-અચલ સંપતિઓનો ખુલાસો કરે.
ન્યાયમુર્તિ જયોતિસિંહની બેન્ચે સંજયકપુરની પૂર્વ પત્નિ અને અભિનેત્રી કરિશ્મા કપુરની સાથે તેમના બે બાળકો દ્વારા દાખલ એક અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ કર્યો હતો.
અરજીમાં સંજયની કથિત વસીયતને પડકાર દેવાની સાથે કથિત રીતે 30 હજાર કરોડની સંપતિમાં ભાગીદારી માગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સંજયકપુરનું 12 જુનના લંડનમાં આકસ્મિક નિધન થયુ હતું. તેમની પૂર્વ પત્નિ કરિશ્માએ દાવો દાખલ કર્યો છે.
સંજયકપુરની બીજી પત્નિ પ્રિયાકપુરે બેન્ચને જણાવ્યું હતું કે બન્ને બાળકો 20 વર્ષિય સમાયરા કપુર અને 15 વર્ષિય કિયાનકપુરને પારિવારીક ટ્રસ્ટ પાસેથી પહેલા જ 1900 કરોડ રૂપિયા મળી ચુકયા છે. પ્રિયાએ બેન્ચને કહ્યું હતું કે હવે તેમને શૂં જોઈએ.
સંજયકપુરની માએ કહ્યું મારા માટે કંઈ નથી છોડયુઃ સંજયની મા રાનીકપુરે પણ વસિયતને પડકાર ફેંકયો છે. રાની તરફથી રજુ વરિષ્ઠ વકીલ વૈભવ ગાગરે કહ્યું હતું કે વસિયતનાં બારામાં પૂછતાં ઓછામાં ઓછા 15 ઈ-મેલ લખ્યા છે.
દસ્તાવેજ શું છે તો પણ એક પણ જવાબ નથી મળ્યો બલકે મારા ઈ-મેલ સાથે છેડછાડ પણ કરવામાં આવી છે. આ અવિશ્વસનીય રીતે બોગસ છે.સંજયકપુરની માએ કહ્યું હતું કે 10 હજાર કરોડ રૂપિયાની સંપતિ મારી હોવી જોઈએ. હું 80 વર્ષની છું.