New Delhi તા.11
ભારત ચૂંટણી પંચ ટુંક સમયમાં જ દેશભરમાં એક સાથે મતદાર યાદીનું વિશેષ ગહન સમીક્ષા (એસઆઈઆર) કરાવશે. સુત્રોએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ તેની તારીખોની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.પંચે બુધવારે બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને અંતિમ રૂપ આપવાનું કહ્યું છે.
નવી દિલ્હી સ્થિત ભારતીય આંતર રાષ્ટ્રીય લોકશાહી તેમજ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાનમાં બધા રાજયો અને કેન્દ્ર શાસિત રાજયોનાં મુખ્ય ચૂંટણી અધિકારીઓનાં સંમેલનમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈસી) જ્ઞાનેશકુમારે એસઆઈઆરની તૈયારીની વિગતો જાણી હતી. સીઈસીએ બધા રાજયોને બિહારમાં એસઆઈઆર કરાવવામાં આવેલા પડકારોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાનું કહ્યું છે.
બધા રાજયો પોતાની મતદાર યાદી તૈયાર રાખે
મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાના રાજયોની મતદાર યાદીઓ તૈયાર રાખે. કેટલાંક રાજયોના મુખ્ય ચૂંટણી એસઆઈઆર બાદ પ્રકાશીત મતદાર યાદીને પોતાની વેબસાઈટમાં અગાઉથી જ નાખી દીધી છે.
સંમેલનના પંચના અધિકારીઓએ એસઆઈઆરને લઈને તૈયાર નીતિનાં બારામાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને અન્ય અધિકારીઓને વિસ્તૃત જાણકારી આપી હતી. એસઆઈઆરની તૈયારીઓની સમીક્ષાને ધ્યાનમાં રાખીને ડીઈઓ, ઈઆરઓ, એઈઆરઓ, બીએલએમ, બીએલએની નિયુક્તિ અને તાલીમની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.
એસઆઈઆરને લઈને મહત્વની જાણકારી
* દિલ્હીનાં મુખ્ય ચુંટણી અધિકારી (સીઈઓ)ની વેબસાઈટ પર વર્ષ 2008 ની મતદાર યાદી ઉપલબ્ધ છે. જયારે રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લીવાર એસઆઈઆર થયું હતું.
* ઉતરાખંડમાં વર્ષ 2006 માં અંતિમ એસઆઈઆર થયુ હતું. એ વર્ષની મતદાર યાદી રાજયના મુખ્ય મતદાર અધિકારીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
* રાજયોમાં અંતિમ એસઆઈઆર કટ ઓફ તારીખના રૂપે કામ કરશે.ઠીક એવી રીતે જેમ કે બિહારની 2003 ની મતદાર યાદીનો ઉપયોગ ચૂંટણી પંચ દ્વારા ગહન સંશોધન બાદ કરવામાં આવી રહ્યો છે.