Surendranagar, તા.11
એ.આર.પટેલ પોલીસ ઇન્સ. લીંબડી પો.કો. તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. પરબતભાઇ ભુપતભાઇ રોજાસરાનાઓને બાતમી મળેલ કે અંકેવાળીયા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિર સામે ઓટલા ઉપર જાહેરમાં કેટલાક ઇસમો તીનપતીનો જુગાર રમે છે.
જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ચાર ઇસમોને રોકડા રૂા. 733પ0 તથા મોબાઇલ ફોન નંગ-3 કિં. રૂા. 6પ00 તથા ગંજીપાના નંગ પર, એમ કુલ રૂા. 798પ0ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી આરોપીઓ વિરૂધ્ધ લીંબડી પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી લીંબડી પોલીસે કરી હતી.
કનુભાઇ તળશીભાઇ વાણીયા જાતે અનુ.જાતિ ઉ.વ.6ર ધંધો-વણાટકામ રહે. અંકેવાળીયા તા. લીંબડી
રમેશભાઇ જીવાભાઇ ભુવા જાતે-પટેલ ઉ.વ.47 ધંધો-ખેતી રહે. અંકેવાળીયા તા. લીંબડી
પેથાભાઇ નાગજીભાઇ સેફાતળા જાતે ભરવાડ ઉ.વ.ર6 ધંધો-માલઢોર રહે. અંકેવાળીયા તા. લીંબડી
ઉમેશભાઇ ઉર્ફે કાનો ચકુભાઇ કાવેઠીયા જાતે દેવીપૂજક ઉ.વ.ર7 ધંધો મજુરી રહે. અંકેવાળીયા તા.લીંબડી