Amreli, તા.11
સાવરકુંડલમાં આઘેડ વયના મહિલાએ ઝેર ખાઇ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થયેલ છે. સાવરકુંડલા ગામે રહેતા રસીનાબેન સતારભાઇ ગાગદાણી નામના 50 વર્ષિય મહિલા એકલવાયુ જીવન જીવતા હોય, જેથી કંટાળી ગયેલ હતા. જેથી ગત તા.8 ના રોજ રાત્રે 9/50 વાગ્યાના પહેલા કોઇપણ સમયે સાવરકુંડલા મેમણ જમાતખાનાની સામે જુના બસ સ્ટેશન પાસે પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
આપઘાતની કોશીષ
મુળ અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર જુના ગુજકો વિસ્તારમાં રહેતા અને હાલ ચલાલા ગામે અમરેલી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસે રહેતા રાજુભાઇ દેવાભાઇ રાઠોડને દારૂ પીવાની ટેવ હોય અને તેમનાં ભાઈ શ્યામભાઇ દેવાભાઇ રાઠોડ ભોગ બનનારને દારૂ પીવાની ના પાડતા હતા.
જેથી ભોગબનનાર રાજુભાઇએ કંટાળી જઇ પોતે પોતાની મેળે પોતાના શરીર પર ગળાના પાછળના ભાગે તેમજ પેટના ભાગે બ્લેડ મારી દેતા રાજુભાઇને ગંભીર ઇજા થતા તેમને સારવારમાં ખસેડાયા છે.
યુવાનનું મોત
ધારીના પ્રેમપરા વિસ્તારમાં આવેલ મેલડીમાતાના મંદીરની સામે રહેતા ભગીરથભાઈ અનકભાઈ વાળા નામના 20 વર્ષિય યુવક ગત તા.9 ના રોજ આશરે બપોરે 1 વાગ્યે ભરડ ગામની સીમમાં ભરડ ડેમે પોતાની ભેસોને ડેમના પાણીમાંથી બહાર કાઢવા માટે થઈ પાણીમાં જતા અચાનક ડેમમાં ઉંડો ખાડો આવી જતાં તેઓ ઉંડા પાણીના ખાડામાં ડુબી જતા તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.