Mumbai,તા.11
સની દેઓલ અનિલ શર્મા સાથે વધુ એકવાર કોલબરેશન કરશે. તે અનિલ શર્માની ‘કોલ કિંગ’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કોલસાના કાળા કારોબાર આધારિત હશે.
અનિલ શર્માની સની દેઓલ સાથેની ‘ગદ્દર’ અને ‘ગદ્દર ટુ’ બંને સુપરહિટ પુરવાર થઈ હતી. તેઓ હવે ‘ગદ્દર થ્રી’ની પણ તૈયારી કરી રહ્યા છે. જોકે, તે પહેલાં તેઓ આ ફિલ્મ માટે કોલબરેશન કરવાના છે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને ડાયલોગ્સ પર કામ ચાલી રહ્યું છે. સની દેઓલના ‘ગદ્દર’ સહિતની ફિલ્મોના ડાયલોગ બહુ લોકપ્રિય થયા હોવાથી આ ફિલ્મમાં પણ તેને આક્રમક ડાયલોગ મળે તેના પર ધ્યાન અપાયું છે. સની દેઓલ લાંબા સમય પછી રૂપેરી પડદે પાછા ફર્યા બાદ બેક ટુ બેક ફિલ્મો સાઇન કરી રહ્યો છે.