દારૂનો જથ્થો આપી જનાર શખ્સની પણ ધરપકડ, સપ્લાયરની શોધખોળ : પીસીબીની કાર્યવાહી
Rajkot,તા.11
શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી પીસીબી ટીમે રૂ. 32,728 ની કિંમતની 216 બોટલ શરાબ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. બાદમાં દારૂનો જથ્થો આપી જનાર શખ્સને પણ દબોચી લઇ સપ્લાયરની શોધખોળ શરૂ કરી હતી. શહેરી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ચુનારાવાડ શેરી નંબર-3 પાસે પહોંચતા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહને સંયુક્ત રીતે ખાનગી રાહે હકીકત મળી હતી કે, લાખાજીરાજ ઉદ્યોગનગર ચુનારાવાડ શેરી નંબર-3 માં આવેલ બ્રાઉન કલરના લાકડાના દરવાજા વાળા મકાનમાં રહેતા અશ્વિન કોબીયા પોતાના રહેણાંક મકામાં ઇંગલિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમી મળતાની સાથે પીસીબીની ટીમે બાતમીવાળા સ્થળે દોડી જઈ દરોડો પાડતા અશ્વિન ધનજીભાઈ કોબીયા (ઉવ 35 રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર ચુનારાવાડ શેરી નંબર-3,રાજકોટ) ના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની 216 બોટલ શરાબ જેની કિંમત રૂ. 31,728 નો જથ્થો મળી આવતા પીસીબીની ટીમે અશ્વિન ધનજીભાઈ કોબીયાની ધરપકડ કરી હતી.