Chennaiતા.૧૨
રાજકીય પક્ષોએ આવતા વર્ષે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ સુપરસ્ટાર થલાપતિ વિજયે પણ પોતાની પાર્ટી બનાવી છે અને ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. સમયાંતરે, વિજય રાજ્યના શાસક પક્ષ ડીએમકે અને કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ (એનડીએ) પર નિશાન સાધતા રહે છે. તે જ સમયે, હવે તમિલનાડુ ભાજપના અગ્રણી નેતા કે અન્નામલાઈએ પણ વિજય પર મોટો હુમલો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અને કે અન્નામલાઈએ વિજય પર નિશાન સાધતા કહ્યું છે કે “અભિનેતા-રાજકારણી વિજય તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ને ડીએમકેનો વિકલ્પ કહી શકતા નથી. આનું કારણ એ છે કે વિજય ફક્ત સપ્તાહના અંતે જ રાજકીય રીતે સક્રિય રહે છે. પરંતુ રાજકારણ માટે ચોવીસ કલાક સમર્પણની જરૂર છે.” અન્નામલાઈએ વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓ અને કાર્યકરો આખું વર્ષ મેદાનમાં સક્રિય રહે છે. તેથી, ભાજપ ડીએમકેનો વિકલ્પ રહેશે.
અન્નામલાઈએ પત્રકારોને સંબોધતા કહ્યું- “વિરોધી પક્ષ છૈંછડ્ઢસ્દ્ભ નેતા કે. પલાનીસ્વામી પણ રાજ્યમાં સક્રિય રીતે ફરે છે અને વિવિધ જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરે છે. વિજય ફક્ત સપ્તાહના અંતે જ સક્રિય રહે છે. રાજકારણને ગંભીરતાથી લેવું જોઈએ અને સંપૂર્ણ સમર્પણ બતાવવું જોઈએ.”
અન્નામલાઈએ સલાહ આપી હતી કે જો ટીવીકે વૈકલ્પિક બળ બનવા માંગે છે, તો તેણે રાજકારણને ગંભીરતાથી લેવું જોઈએ અને ૨૪ કલાક કામ કરીને પોતાના ઇરાદા વ્યક્ત કરવા જોઈએ. અન્નામલાઈએ પત્રકારોને કહ્યું, “પરંતુ વિજય ફક્ત શનિવાર અને રવિવારે જ લોકોને મળે છે.