એડિશનલ સેશન્સ જજે આશિષ કપૂરને ૧ લાખ રૂપિયાના જામીન બોન્ડ અને એટલી જ રકમના સુરક્ષા બોન્ડના આધારે જામીન આપ્યા હતા
Mumbai, તા.૧૩
દીલ્હીની તીસ હજારી કોર્ટે કથિત દુસ્કર્મ ના કેસમાં આરોપી ટીવી અભિનેતા આશિષ કપૂરને જામીન આપ્યા છે. આશિષ કપૂરની ૨ સપ્ટેમ્બરના રોજ મહારાર્ષ્ટ્રના પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે પોલીસ રિમાન્ડ બાદ ૬ સપ્ટેમ્બરના રોજ આશિષ કપૂરને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.એડિશનલ સેશન્સ જજ ભૂપિન્દર સિંહે ૧૦ સપ્ટેમ્બરના રોજ આશિષ કપૂરને ૧ લાખ રૂપિયાના જામીન બોન્ડ અને એટલી જ રકમના સુરક્ષા બોન્ડના આધારે જામીન આપ્યા હતા. જામીન આપતી વખતે, કોર્ટે વકીલની દલીલો, રેકોર્ડ પરની સામગ્રી,સીસીટીવી ફટેજ વગેરેને ધ્યાનમાં લીધા હતા અને એ હકીકત પણ ધ્યાનમાં લીધી હતી કે આરોપીને તપાસ માટે જરૂરી નથી.કોર્ટે કહ્યું કે પોલીસે આરોપીના પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગ્યા હતા, જેમાંથી યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સેન્ટ્રલ ડિસ્ટ્રિકટે ફકત ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું, ‘’જોકે, પોલીસે તેને ત્રણ દિવસમાં સંબંધિત પક્ષો સમક્ષ રજૂ કર્યેા.’’ કોર્ટે કહ્યું કે જે કારણોસર પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવ્યો હતો તે એવું નહોતું કે સમાજમાં સારી રીતે સ્થાપિત, પોતાનું કાયમી રહેઠાણ અને વ્યવસાય ધરાવતો આરોપી પોલીસને સહકાર આપતો નથી. તપાસમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરતા કોર્ટે કહ્યું, ‘’પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવાયા છતાં, મોબાઇલ ફોન મેળવવા માટે કોઈ ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. કાયદા મુજબ, કોઈ શોધખોળ હાથ ધરવામાં આવી ન હતી. રેકોર્ડ પર એવું કઈં નથી જે દર્શાવે છે કે આરોપીએ તપાસમાં સહકાર આપ્યો ન હતો.વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે આશિષ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. આ કેસ ફકત પૈસા પડાવવાના ઇરાદાથી નોંધવામાં આવ્યો છે. ફરિયાદીને ફરિયાદ નોંધાવવાની આદત છે.તેણીએ આ વર્ષે જનકપુરી પોલીસ સ્ટેશનમાં તેના મકાનમાલિક સામે ફરિયાદ નોંધાવી હતી