ભાયાવદર પોલીસે ચાર ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલયો: 90,000 નો મુદ્દામાલ કબજે
Upleta,તા.13
ઉપલેટા તાલુકાના વડાળી ગામના ભાવેશ સેજા વાંદા નામનો શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ ચાર ટુ-વ્હીલર નો ભાયાવદર પોલીસે ભેજ ઉકેલી રૂપિયા 90,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા અને હવાનું ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપેલી સુચના ને પગલે ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે ગત તારીખ 26 27 અને 28 ના રોજ ખોડીયાર મંદિર ખાતે યોજાયેલા લોકમેળામાંથી ચાર બાઈક ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી.જેને પગલે ભાયાવદર પોલીસ મથકના પી આઈ વી સી પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વડાળી ગામે રહેતો ભાવેશ તેજા ઉર્ફે અરજણ વાંદા નામનો બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં રખડતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ભાવેશ વાંદાની અટકાયત કરી તેની પાસે રહેલા બાઈક નંબર પોકેટ એપમાં સર્ચ કરતા બાઈક ચોરાઉ હોવાનું કબુલાત આપતા જેના આધારે તેની આકરી પૂછપરછ કરતા તેના કબજા માંથી ચાર બાઇક મળી આવતા ખોડીયાર મંદિર ખાતે યોજાયેલા લોકમેળામાંથી બાઈકની ચોરી કર્યાની કબુલાત આપતા રૂપિયા 90,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.