ઉપલેટા ધોરાજી અને રાજકોટના પટરો રમવા આવતા: રોકડ, ૧૨ મોબાઇલ અને ચાર બાઈક મળી ₹4.26 લાખનો મુદ્દામાલ કબજે
Upleta,તા.13
ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામની સીમમાં ધમધમતી જુગાર ની કલમ પર ભાયાવદર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઉપલેટા, ધોરાજી અને રાજકોટના શખ્સ સહિત 11 શકુનીની ધરપકડ કરી રોકડ મોબાઈલ અને ચાર બાઇક મળી રૂપિયા 4.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા નવનિયુક્ત એસપી વિજયસિંહ ગુર્જરે આપેલી સૂચનાને પગલે ભાયાવદર પોલીસ મથકના પી.આઈ વીસી પરમાર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે ઉપલેટા દ્વારકાધીશ સોસાયટીમાં રહેતો મનોજ મેરામણ સુવા નામના શખ્સ ખાખીજાળીયા ગામના જીતુ હમીર સુવા ની વાડીમાં જુગાર રમાડતો હોવાની કોન્સ્ટેબલ સત્યપાલસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે કાફે સ્ટાફે દરોડો પાડયો હતો. બરોડા દરમિયાન જુગાર રમાડતો જુગાર કલબનો સંચાલક ઉપલેટાનો મનોજ મેરામણ સુવા ઉપલેટાના દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા દશરથ હથુભા વાળા ધોરાજી જુનાગઢ રોડ અંધજન કલ્યાણ ની બાજુમાં રહેતા કુશાલ હમીર ભરાઈ અને ઉપલેટા ના વિક્રમ ચોકમાં રહેતા અર્જુન કરસન રાવલીયા ધોરાજી રેલવે સ્ટેશન પાસે રહેતા ભુપત સુદા વાંદા, ઉપલેટા ના ચકલી ચોરા વિસ્તારમાં રહેતો વિમલ રાજા કનારા ઉપલેટાના સાઇબાબા મંદિર પાસે સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો રાજ નારાયણ ભરાઈ , રવિ પરબત સુવા ,ધોરાજી કોલોની માં રહેતો ભરત સુદા વાંદા રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ગોલ્ડન સુપર માર્કેટ માં રહેતા અશોક શંભુ જોટાણીયા અને ઉપલેટા બારીયા મંદિર વીજળી રોડ પર રહેતા કપિલ વિક્રમ ચંદ્રવાડીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી 1.26500 રોકડા 12 મોબાઇલ અને ચાર બાઈક મળી રૂપિયા 4.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે