Mumbai,તા.15
કોમેડિયન કપિલ શર્માને ધમકી મળી છે. હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે, MNS એટલે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં નેતાએ મુંબઈને બોમ્બે કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. જોકે, આ અંગે કોમેડિયન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવી ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે, જ્યારે થોડા સમય પહેલા કેનેડામાં શર્માના કાફે પર હુમલો થયો હતો. મનસે નેતા અમય ખોપકરે કહ્યું કે, મુંબઈનું નામ બદલાયાને 3 દાયકા વીતી ગયા છે. બોમ્બેનું સત્તાવાર નામ બદલીને મુંબઈ રાખ્યાને 30 વર્ષ વીતી ગયા હોવા છતાં બોલિવૂડના કપિલ શર્મા શો દિલ્હીના રાજ્યસભા સાંસદો, શો એન્કરો અને ઘણી હિન્દી ફિલ્મોમાં હજુ પણ બોમ્બે શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતા પહેલા મહારાષ્ટ્ર સરકારે 1995માં અને 1996માં કેન્દ્ર સરકારે તેને માન્યતા આપી હતી. જેથી કરીને વિંનતી સાથે ચેતવણી આપવામાં આવી કે, મુંબઈનું નામનો ઉપયોગ કરે. તેમાં પણ ખાસ વાત એ છે કે MNS મુંબઈને બોમ્બે કહેવાનો મુદ્દો ઘણી વખત ઉઠાવી રહી છે.