Mumbai,તા.15
અનુષ્કા શેટ્ટીની તાજેતરની ફિલ્મ ‘ઘાટી’ બોક્સ ઓફિસ પર ફલોપ જતાં તેણે થોડા સમય માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાનુનક્કી કર્યું છે. તેણે પોતે જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે હવે તે ફક્ત કામ પર ફોક્સ કરવા માગે છે એટલે થોડા સમય માટે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છે. અનુષ્કાએ તેની પોસ્ટમાં આડકતરી કબૂલાત કરી છે કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં તેનો બહુ સમય વેડફાઈ રહ્યો છે.
જોકે, ચાહકોએ તેના આ નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અનુષ્કા શેટ્ટી આમ પણ સોશિયલ મીડિયા પર અતિશય સક્રિય ક્યારેય ન હતી.આથી, સોશિયલ મીડિયાને અને તેની ફિલ્મો ફલોપ જવાને કોઈ સંબંધ જ નથી તેમ ચાહકોએ કહ્યું હતું. અનેક ચાહકોએ તેને થોડા સમય માટે બ્રેક લઈ કોઈ સારા ડાયરેક્ટરની મજબૂત સ્ક્રિપ્ટ સાથેની ફિલ્મ પસંદ કરવા સલાહ આપી હતી.