Mumbai,તા.15
પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ’ને ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ શરુ કરાયા છે. આ માટે તા. ૨૬મી સપ્ટેમ્બરની તારીખ પણ નક્કી કરાઈ છે.
આ ફિલ્મ ભારત સિવાય બાકીના દેશોમાં આજે રીલિઝ થઈ હતી. અગાઉ આ ફિલ્મ નવમી મેના રોજ રીલિઝ કરવાનું નક્કી થયું હતું. પરંતુ પહલગામ હુમલા પછી પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર ફરી શરુ થતાં આ ફિલ્મની રીલિઝ અટવાઈ હતી. જોકે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે પણ આ મેચ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. તે પછી ‘અબીર ગુલાલ’ને ભારતમાં રીલિઝ કરવામાં કોઈ વાંધો નહિ આવે તેમ મનાય છે. જોકે, ભારતમાં કોઈ થિયેટર આ ફિલ્મ દર્શાવવાનું સાહસ ખેડશે કે કેમ તે એક સવાલ છે.