Mumbai,તા.15
સાઉથના ટોચના ડાયરેક્ટર લોકેશ કનગરાજે આમિર ખાન સાથેની સુપર હિરો ફિલ્મ બંધ કરી દીધી છે. આમિરના વધુ પડતા ચંચુપાતથી ત્રાસીને તેણે આ નિર્ણય કર્યો છે.
આમિરે પોતાને એક ફાઈનલ સ્ક્રિપ્ટ આપવામાં આવે તેવો દુરાગ્રહ સેવ્યો હતો. બાદમાં સ્ક્રિપ્ટમાં સ્હેજ પણ સુધારા કે ઉમેરા ન થવા જોઈએ તેવી તેની જીદ હતી. જ્યારે લોકેશે કહ્યું હતું કે એક ડ્રાફ્ટ સ્ક્રિપ્ટ તરીકે શૂટિંગ શરુ કરી શકાય છે પરંતુ પછી એકચ્યુઅલ શોટ લેતી વખતે પણ સ્ક્રિપ્ટમાં ઈમ્પ્રોવાઈઝેશન્સ થઈ શકે છે. આ મુદ્દે બંને વચ્ચે મતભેદ થયા હતા. વધુમાં લોકેશ કનગરાજની જ ફિલ્મ ‘કુલી’માં કેમિયો કરવામાં પણ આમિરે નરી વેઠ ઉતારી હતી. આથી લોકેશ કનગરાજે છેવટે આ ફિલ્મ જ બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. આમિર ફિલ્મ પ્રોડક્શનના દરેક તબક્કે ચંચૂપાત કરવા માટે કુખ્યાત છે. આથી બોલીવૂડના મોટાભાગના પ્રોડયૂસરો હવે આમિરને સાઈન કરવાનું ટાળે છે.