Jammu and Kashmir તા.15
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓ બન્યા બાદ હવે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અહી ગરમીનો પારો વધ્યો છે. અનેક જગ્યાએ લુ જેવી સ્થિતિ છે. હવામાન વિભાગનાં આંકડા અનુસાર ખીણમાં મુખ્ય સ્થળો પર તાપમાનમાં 3 થી 6 ડીગ્રી સુધી ઉપર રહ્યું છે.
શ્રીનગર અને કૂપવાડામાં અધિકતમ તાપમાન 32.6 ડીગ્રી નોંધાયું છે. જે ક્રમશઃ 4.8 ડીગ્રી અને 4.1 ડીગ્રી સામાન્યથી વધુ હતું. કાજીગુંડમાં તાપમાન 32.2 ડીગ્રી રહ્યું જે 5.7 ડીગ્રી ઉપર જયારે કોકરનાગરમાં 30.8 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું જે સામાન્યથી 5.3 ડીગ્રી વધુ હતું.
પર્યટન સ્થળ પહેલગામમાં પણ તાપમાન 27.2 ડીગ્રીએ પહોંચી ગયુ હતું. જે 3.3 ડીગ્રી વધુ અને ગુલમર્ગમાં 23.8 ડીગ્રી તાપમાન રહયું હતું.; જે સામાન્ય તાપમાનથી 5.2 ડીગ્રી વધુ હતું.
લદાખ ક્ષેત્રમાં પણ ગરમ હવામાન નોંધાયું હતું. લેહમાં અધિકતમ તાપમાન 25.6 ડીગ્રી જયારે કારગીલમાં 29.1 ડીગ્રી નોંધાયુ હતું. હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે હવામાનમાં કોઈ ફેરફાર ન થયો તો આવનારા સમયમાં ગરમીની અસર યથાવત રહેશે.