Bhavnagarતા.13
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તા. 20 સપ્ટેમ્બરના ભાવનગર ખાતે કાર્યક્રમને અનુલક્ષીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીશ્રીઓની બેઠક ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લાના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં તા. 20 સપ્ટેમ્બરના રોજ યોજાનાર કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા પડે ન એ માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એન.ડી.ગોવાણી, આર.સી.એમ.કચેરી અધિક કલેકટર ડી.એન. સતાણી, આગેવાન રાજીવ પંડ્યા સહિત જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ તેમજ અમરેલી જિલ્લામાંથી અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.