Rajkot તા.15
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગત રાત્રીના ‘નમોત્સવ’ કાર્યક્રમમાં વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાતા આયોજકોમાં દોડધામ મચી હતી.
એનજીઓ ફેડરેશન આયોજીત મલ્ટી મીડિયા શોમાં વડાપ્રધાનના જન્મ દિન અંતર્ગત નાટય શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
સાથે ઓપરેશન સિંદૂર દેશભકિતના ગીતો ગુંજી ઉઠયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની વ્યવસ્થા જાળવવા વીવીઆઈપી પાસ અપાયા હતા. કાર્યક્રમની શરૂઆત પૂર્વે જ વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં અવ્યવસ્થા થતા ઘણા અધિકારીઓને જગ્યા મળી ન હતી. અવ્યવસ્થા પાછળ ધાર્યા કરતા વધારે પાસ ઈસ્યુ થતા આયોજકોને પરિસ્થિતિ થાળે પાડવામાં પરસેવો વળી ગયો હતો.વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં જ અંધાધુંધી સર્જાતા થોડો સમય દેકારો મચી ગયો હતો. મહાનુભાવોને કયાં બેસાડવા તેની મુંજવણ થઈ હતી.