રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૦૪ સામે ૮૧૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૨૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૦૫ સામે ૨૫૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૪૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત-રશિયા-ચાઈનાની તાજેતરની સંબંધો મજબૂત બતાવતી મુલાકાતને લઈ અમેરિકાની ટ્રમ્પ સરકાર અપેક્ષા મુજબ ભારત માટે કૂણું વલણ અપનાવતાં ભારત સાથે ટ્રેડ ડિલ માટે સક્રિય વાટાઘાટ ચાલી રહ્યાનો સંકેત આપતાં અને બીજી તરફ ભારતના જીએસટી ઘટાડા સહિતના પોઝિટીવ પગલાં અને યુરોપના દેશો પણ ભારતની તરફેણમાં ટ્રેડ ડિલ કરવા તૈયાર હોવાના અહેવાલોએ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી.
પરંતુ વૈશ્વિક મોરચે ટ્રમ્પ સતત ટેરિફ હથિયારનો ઉપયોગ કરીને વિશ્વને દબાણમાં લેવા પ્રયત્ન કરતા, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવા યુરોપીયન યુનિયનને કરેલી તેમની હાકલ તેમજ યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ તેમજ નેપાળ અને ફ્રાંસમાં ઉભી થયેલી આંતરિક અશાંતિના કારણે વૈશ્વિક સેન્ટીમેન્ટ પર નકારાત્મક અસર જોવા મળતા સ્થાનિક બજાર પર પણ તેની અસર જોવા મળતા આજે દિવસના અંતે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અને વૈશ્વિક આર્થિક વિકાસ પર તેની અસર અંગે અનિશ્ચિતતાઓને કારણે સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જ્યારે યુક્રેને રશિયા પર ડ્રોન હુમલાઓ તીવ્ર બનાવ્યા હોવાથી રશિયા તરફથી ઓઈલ પુરવઠા અંગે ચિંતા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઈટી, આઈટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ટેક, ઓટો અને મેટલ સેક્ટરલમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૮૯ અને વધનારની સંખ્યા ૨૩૩૦ રહી હતી, ૧૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૦.૬૮%, ઈટર્નલ લિ. ૦.૫૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૬%, લાર્સન લિ. ૦.૩૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૧૯%, અદાણી પોર્ટસ ૦.૧૭%, ભારતી એરટેલ ૦.૧૬% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૩% વધ્યા હતા, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૬૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૬૬%, ઈન્ફોસિસ લિ. ૧.૧૫%, ટાઈટન કંપની લિ. ૧.૧૪%, સન ફાર્મા ૦.૮૫%, ટીસીએસ લિ. ૦.૭૨%, ટેક મહિન્દ્ર ૦.૩૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૩૭% અને ટાટા સ્ટીલ ૦.૩૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૩૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૦૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓ વધી અને ૨૦ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વ અત્યારે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન અને બીજી તરફ મહાસત્તાઓ અમેરિકા, ચાઈના અને રશિયા વચ્ચે વૈશ્વિક આધિપત્ય જમાવવાની હોડ ચાલી રહી છે. નાના અને વ્યૂહાત્મક દેશોમાં સત્તાપલટ અને મનપસંદ સરકારોની સ્થાપનાની કોશિશો વૈશ્વિક તણાવ વધારી રહી છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ગાઝા પર કબજો મેળવવા સતત હુમલાઓ ચાલી રહ્યા છે, જ્યારે રશિયા યુક્રેન સામેની લડાઈ લંબાવતાં નાટો દેશોને પણ નિશાન બનાવી રહ્યો છે. અમેરિકા ટેરિફ મામલે વિશ્વને ઝુકાવવા નિષ્ફળ જતાં હવે ભારત અને ચાઈના સામે નવા દબાણની નીતિ અપનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ યુરોપના દેશો હાલ ચાઈના અને ભારત સાથે દુશ્મની લેવાના મૂડમાં નથી.
ટ્રમ્પ પોતાની જ નીતિથી ઘેરાઈ જતા ભારત સામે આક્રમક વલણ ન અપનાવી, ટ્રેડ વાટાઘાટો ફરી શરૂ કરવા તૈયાર થયા છે. આ ભારત માટે પોઝિટિવ સંકેત છે, કારણ કે ટ્રમ્પની નીતિ પર યુરોપ સહિત વિશ્વના દેશોમાં વિશ્વાસ નથી. આ પરિસ્થિતિમાં ભારત આગામી વર્ષોમાં મોટી સત્તા તરીકે ઊભરી આવવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તેના કારણે ભારતીય શેરબજારમાં ફરી ફોરેન ફંડોનો રોકાણ પ્રવાહ તેજી પકડશે. સાથે સાથે સ્થાનિક ફંડોના મજબૂત સપોર્ટથી બજારમાં તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની અપેક્ષા છે. એટલે કે, પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારતીય શેરબજાર માટે ભાવિ દિશા હકારાત્મક દેખાઈ રહી છે.
તા.૧૬.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૫.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૯૩૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૦૨ પોઈન્ટ થી ૨૫૨૭૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૧૨ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૦૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૮ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ભારત ફોર્જ ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૫૩ થી રૂ.૧૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૦૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૭૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૯૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૨૨ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિ. ( ૧૫૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૬૭ ) :- રૂ.૧૪૯૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૦૮ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૭ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૪૭ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૮૧ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies