Morbi,તા.15
મોરબી ગ્રામ્ય મામલતદાર અને ડીડીઓને લેખિત આવેદન પાઠવ્યું
ઘૂટું ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહીશો રોડ રસ્તા, ગટર અને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેથી કંટાળી ગયેલા સ્થાનિકોએ આજે તંત્ર સામે મોરચો માંડ્યો હતો ડીડીઓ અને ગ્રામ્ય મામલતદારને લેખિત આવેદન પાઠવી તાત્કાલિક પ્રશ્નોના નિકાલની માંગ કરી છે
સ્થાનિકોએ રજૂઆત કરી જણાવ્યું છે કે સોસાયટી આશરે ૮૦ વીઘા વિસ્તારમાં ફેલાયેલી છે બિન ખેતી કરાવી પ્લોટીંગ પાડી વર્ષ ૨૦૦૯ ની સાલમાં નિર્માણ થયું છે છતાં હજુ સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ જોવા મળી રહ્યો છે સોસાયટી નિર્માણ અંદાજે ૧૫ વર્ષ પહેલા થયા છતાં સોસાયટી નિર્માતા રામજીબાપા દ્વારા સોસાયટી પંચાયતને સોપેલ નથી સોસાયટીના રહીશો દ્વારા રોડ, રસ્તા, પાણી અને ગટર પ્રશ્ને વારંવાર સરપંચ, તલાટી કમ મંત્રીને રજૂઆત કરતા તેઓએ સોસાયટી પંચાયતને સોપેલ નથી તેમજ અનેક સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી
સરકારના નિયમ મુજબ સોસાયટી નિર્માણ સમયે જે રકમ આશરે રૂ ૪૦,૦૦૦ ભરીને રાજીનામાં આપવાના હતા આપવાના હતા તે રકમ અત્યારે ૧,૨૧,૦૦૦ પંચાયતને આપી સોપવાની કામગીરી જાણી જોઇને પૂરી કરતા નથી રામજી બાપા દ્વારા આ રકમ બળજબરીપૂર્વક ભરપાઈ કરાવવા માટે દબાણ કરી રહ્યા છે અને સોસાયટીના નાગરિકોને જીવન જરૂરી પાણી, રસ્તા સહિતની જીવનજરૂરી સુવિધાઓ પૂરી પાડવાની જગ્યાએ પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવવા અને ધાક-ધમકીઓ આપતા હોવાથી અરજી કરવાની ફરજ પડી છે સોસાયટી દ્વારા તપાસ કરાવતા ત્રણ સર્વે નંબરની કુલ રકમ રૂ ૧,૨૧,૦૦૦ છે જે રામજી બાપાની જવાબદારી હોય ચુકવવા માટે સોસાયટીના નાગરીકોને ભરપાઈ કરવા દબાણ અને ધમકી આપતા હોવાનું જણાવ્યું છે
રહીશો પાણી બહારથી મંગાવી નાણાકીય નુકશાન ભોગવી રહ્યા છે ગટર સુવિધા અને રોડ રસ્તાના અભાવને લીધે નાણામાં આંકી ના સકાય તેટલું નુકશાન થઇ રહ્યું છે જેઠ તાત્કાલિક અસરથી સરકારના માર્ગ, મકાન અને જે તે લાગતા વળગતા તમામ વિભાગો અથવા જે કોઈ જવાબદાર અધિકારી, સત્તાધીશો દ્વારા ઉપર જણાવેલ સમસ્યાઓનું સમાધાન કરવા માંગ કરી છે પ્રશ્નો નહિ ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે
સ્થાનિકોએ રજૂઆત કરી છે, સપ્તાહમાં પ્રશ્નનો નિકાલ કરશું : નાયબ મામલતદાર
નાયબ મામલતદાર પવન વ્યાસે જણાવ્યું છે કે ઘૂટું રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાણી, ગટર સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે પંચાયત બિનખેતી હુકમ થયો છે, પ્લાન મંજુર થયો છે રસ્તાના રાજીનામાં આપવાના છે રાજીનામાં આપી દંડ લેવાની રજૂઆત કરી છે તેમજ પ્રશ્નો અંગે કલેકટર, મહાનગરપાલિકાને જાણ કરવામાં આવશે તેમજ સપ્તાહમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી