Morbi,તા.15
મોરબી મહાનગરપાલિકા વોટર શાખાની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે જે બ્રિજની પિલર માં પાણીની લાઈન નડતરરૂપ હોવાથી પાણીની લાઈનનું શિફટીંગ કરવાની જરૂરીયાત ઉભી થઇ છે જેથી મહાપાલિકા દ્વારા પાણીની લાઈન સીફટીંગ કામગીરી તા. ૧૮ થી ૨૨ સુધી કરવામાં આવશે જેને કારણે ૨ દિવસ સામાકાંઠે કેસરબાગ અને નઝરબાગ હેડ વર્કસ અને 3 દિવસ ઉમા શીપ હેડવર્કસથી પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે